દેશ હિતમાં પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન
છેલ્લા દસકામાં જો કે મનમાની રીતે નિર્ણય લેવા, ભ્રષ્ટાચાર અને મન મરજીથી મહત્ત્વના નિર્ણયો લેવાની વાત ઘણી વખત સાંભળવા મળી, પરંતુ છેલ્લા એક વર્ષમાં સ્વાગત યોગ્ય બદલાવ જોવા મળ્યો છે.
કોલસાની ફાળવણી રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે અતુલનીય તત્પરતા દર્શાવી પારદર્શી અને સમયબદ્ધ નિલામી સુનિશ્ચિત કરી. ૬૭ કોલસા બ્લોકની નિલામી અને ફાળવણીની પ્રક્રિયા ૩.૩૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. એ વિશે દિલ્હી હાઈકોર્ટે કહ્યું,
“અમને એ તથ્યએ આશ્વસ્ત કર્યા છે કે હરાજીની પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થઈ. અમને આ પૂરી પ્રક્રિયા મનમાની રીતે કે અતાર્કીક લાગતી નથી. સ્પષ્ટ રીતે એવા કોઈ આરોપ નથી કે હરાજીની પ્રક્રિયા કોઈ ખાસ બોલીદાતાને લાભ પહોંચાડવા માટે ડિઝાઈન કરાઈ હોય.”
પૂર્વમાં બનાવાયેલી જીરો લોસ થિયરીથી વિપરીત આ વખતે સ્પેક્ટ્રમ ફાળવણીમાં સરકારની પદ્ધતિએ ભારે લાભ સુનિશ્ચિત કર્યો. ડિફેન્સ બેન્ડ આઈડેન્ટીફિકેશનનો જટીલ મુદ્દો સાત વર્ષથી વધુ સમયથી અટવાયેલો હતો, તેનું ઝડપથી સમાધાન કરવામાં આવ્યું અને રક્ષા મંત્રાલય દ્વારા જારી કરાયેલા ૨૧૦૦ મેગા હર્ટ્ઝની સારી માત્રાને હરાજીમાં મૂકવામાં આવી. ચાર વિભિન્ન બેન્ડ્સ – ૮૦૦ મેગા હર્ટ્ઝ, ૯૦૦ મેગા હર્ટ્ઝ, ૧૮૦૦ મેગા હર્ટ્ઝ અને ૨૧૦૦ મેગા હર્ટ્ઝ – ને એક સાથે હરાજી માટે રાખવામાં આવ્યા અને પ્રથમ વખત હરાજીના ઘણાં તબક્કા થયા. એવું એટલા માટે કરાયું કે ઓપરેટર પૂરી જાણકારી સાથે નિર્ણય લઈ શકે. ૮૦૨૭૭ કરોડ રૂપિયાના અનુમતિ પ્રાપ્ત આરક્ષિત મૂલ્યની સામે હરાજીથી ૧,૦૯,૮૭૫ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા.
પારદર્શિતા સુનિશ્ચિત કરવાના એક ઈનોવેટીવ પગલાં અંતર્ગત પર્યાવરણ મંત્રાલયે પર્યાવરણ સંબંધી મંજૂરીઓ માટે ઓનલાઈન આવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી. હવે મંજૂરી મેળવવા માટે મંત્રાલય આવવાની જરૂરિયાત નથી. આવેદનની ઓનલાઈન દેખરેખ રાખી શકાય છે. જીઆઈએસ આધારીત નિર્ણય સહાયક પ્રણાલી (ડીએસએસ) થી વન મંજૂરી આવેદનો પર સુવિજ્ઞ, પારદર્શી, ત્વરીત અને આશા મુજબ નિર્ણય લેવામાં મદદ મળી.
કાળા ધનની બાબતમાં સરકારે પ્રથમ દિવસે જ એસઆઈટીનું ગઠન કર્યું. સરકાર સ્વીસ બેંક સાથે મળીને કામ કરી રહી છે અને આઈટી વિભાગ દ્વારા જે કેસોની તપાસ કરવામાં આવી છે, તેના વિષયમાં જાણકારી મેળવી રહી છે. સરકારે અજ્ઞાત વિદેશી આવક અને સંપત્તિ (ટેક્સનું અધિરોપણ) વિધેયક ૨૦૧૫ને મંજૂરી આપી છે. આ વિધેયકમાં અધોષિત વિદેશી આવક અને સંપત્તિ રાખનારાઓ માટે દંડ અને સજાના પ્રાવધાન છે. એક લાખ રૂપિયાથી વધુની ખરીદી કે વેચાણ માટે પેન નંબરનો ઉલ્લેખ પણ અનિવાર્ય છે.