ખેતીને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લેવાયા
ખેડૂત હંમેશા આપણા દેશનો આધાર રહ્યો છે અને એનડીએ સરકાર ઈનોવેશન અને કેટલાક મક્કમ ઉપાયો દ્વારા દેશના આ આધારને મજબૂત બનાવવની કોશિશ કરી રહી છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની સુવિધાઓ સુનિશ્ચિત કરીને ઉપજ વધારશે. આ યોજનાનું વિઝન એ સુનિશ્ચિત કરવાનું છે કે પ્રત્યેક ખેતરને કોઈપણ રીતનું સુરક્ષાત્મક સિંચાઈનું સાધન ઉપલબ્ધ હોય. ખેડૂતોને સિંચાઈની આધુનિક પદ્ધતિઓના વિષયમાં શિક્ષિત કરાઈ રહ્યા છે. જેથી પાણીના ‘પ્રત્યેક ટીપાના બદલે મહત્તમ ઉપજ’ મળે. ખેડૂત સમૂહોને જૈવિક ખેતી પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી. પૂર્વોત્તર ક્ષેત્રમાં ઓર્ગોનિક ફાર્મીંગ અને ઓર્ગેનિક પ્રોડ્ક્ટસની નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી.
સ્થાયી આધારે વિશિષ્ટ પાકોનું ઉત્પાદન વધારવા માટે સોઈલ હેલ્થ કાર્ડ રજૂ કરાયા અને દેશમાં દરેક ૧૪ કરોડ ભૂમિ ખાતાઓ માટે જારી કરવામાં આવ્યા. ૩ વર્ષના ચક્રમાં લગભગ ૨૪૮ લાખ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
ઘરેલુ ઉત્પાદન અને ઊર્જા દક્ષતા વધારવા માટે નવી યૂરિયા નીતિની ઘોષણા કરવામાં આવી અને આત્મનિર્ભરતા વધારવા માટે ગોરખપુર, બરૌની તથા તલચરમાં ખાતર ફેક્ટરીનું પુનોરુદ્ધાર કરવામાં આવ્યું.
હાલમાં થયેલા કમોસમી વરસાદને ધ્યાનમાં રાખતા એનડીએ સરકારે કાર્યવાહી કરતાં કહ્યું કે જો ૩૩ ટકા કે તેનાથી વધુ પાક નષ્ટ થયો હોય તો ખેડૂત વળતર મેળવી શકશે. આ પહેલા ખેડૂતોને વળતર ત્યારે જ મળતું હતું જ્યારે ૫૦ ટકા કે તેથી વધુનું નુકસાન થયું હતું.
એક ૫૦૦ કરોડ રૂપિયાના કોર્પસવાળા મૂલ્ય સ્થિરીકરણ કોષની સ્થાપના કરવામાં આવી. આ કોષ ઝડપથી ખરાબ થનારા કૃષિ અને બાગાયતી પાકોની કિંમતોને નિયંત્રિત કરવામાં મદદરૂપ બનશે.
ગ્રામ જ્યોતિ યોજના કાપ વગર વિજળીની આપૂર્તી સુનિશ્ચિત કરશે. તેનાથી ન માત્ર ઉત્પાદન વધશે પરંતુ કુટિર ઉદ્યોગો અને શિક્ષણ સહિત તેનો ખેડૂતોના પૂરા જીવનમાં પ્રભાવ પડશે.
ડબલ્યુટીઓ વાર્તામાં એનડીએ સરકારના મજબૂત અને સૈદ્ધાંતિક વલણે ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં ખેડૂતોના દિર્ઘાવધિ હિતોને સુરક્ષિત કર્યા. સરળતાથી અને વ્યાજબી દરે ઋણ ઉપલબ્ધ કરાવવા માટે કૃષિ ઋણ લક્ષ્યોને વધારીને ૮.૫ લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા. તકનીક મોટા પાયે ખેડૂતોને તાકાત આપી રહી છે. કિસાન પોર્ટલના માધ્યમથી મોસમના રીપોર્ટથી લઈને ખાતરની જાણકારી, સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ વગેરેની જાણકારી મળી રહી છે. કૃષિમાં મોબાઈલ ગવર્નન્સના ઉપયોગને પ્રોત્સાહિત કરાઈ રહ્યો છે. એક કરોડથી વધુ ખેડૂતો સચેત કરવા અને સૂચના આપવા માટે ૫૫૦ કરોડથી વધુ એસએમએસ મોકલાયા.
સોઈલ હેલ્થ કાર્ડ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરો. here
ખેડૂતોને કેવી રીતે સશક્ત બનાવાઈ રહ્યા છે, અહીં જાણો. here