Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

એક ઉજ્જવળ ભવિષ્ય તરફ


એનડીએ સરકારે શિક્ષણ તથા કૌશલ્ય વિકાસને આપ્યું અદભૂત પ્રોત્સાહન

towards-a-bright-future

શિક્ષણની ગુણવત્તા અને તેની પહોંચ વધારવા માટે ઘણાં વિશેષ ઉપાયો કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી કાર્યક્રમના માધ્યમથી બધા શિક્ષણ ઋણો તથા છાત્રવૃત્તિઓના પ્રશાસન અને દેખરેખ માટે એક પૂર્ણરૂપથી આઈટી આધારિત નાણાકીય સહાયતા પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવી. અધ્યાપનની ગુણવત્તા વધારવા માટે પંડિત મદનમોહન માલવિય શિક્ષક પ્રશિક્ષણ મિશન શરૂ કરવામાં આવ્યું.

towards-a-bright-future2

ભારતીય છાત્રોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવા માટે ગ્લોબલ ઈનીશીએટીવ ઓફ એકેડમીક નેટવર્ક (જીઆઈએએન)ની શરૂઆત કરવામાં આવી. તેના અંતર્ગત દેશના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ગરમી અને શિયાળાના વેકેશન દરમિયાન પૂરી દુનિયામાં સુવિખ્યાત શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓની જાણિતી ફેકલ્ટી, વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓને આમંત્રિત કરાશે. ઓનલાઈન શિક્ષણને સક્ષમ બનાવવા માટે સ્વયં (SWAYAM) મોટાપાયા પર મુક્ત ઓનલાઈન કોર્સ (MOOC) ને પ્રોત્સાહન આપશે. નેશનલ ઈ-લાઈબ્રેરી શૈક્ષણિક સામગ્રી અને જ્ઞાનના સ્રોતો સુધી સાર્વભૌમિક પહોંચ વધારશે. શાળા દર્પણ એક મોબાઈલ ટેકનોલોજી છે. જે વાલીઓને સ્કૂલ સાથે જોડે છે. જેથી તેઓ પોતાના બાળકોની પ્રગતિની દેખરેખ રાખી શકે.

towards-a-bright-future3

ઉડાન (UDAAN) બાલિકા શિક્ષણ પ્રત્યે સમર્પિત છે, જેથી છાત્રાઓના પ્રવેશને પ્રોત્સાહન આપી શકાય. કિસાન વિકાસનો હેતુ, પૂર્વોત્તર રાજ્યોની પસંદ કરાયેલા સ્કૂલના વિદ્યાર્થીઓ અને એન્જીનીયરીંગ છાત્રોને તેમની રજાઓ દરમિયાન આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએસઈઆર સાથે જોડવાનો છે. યુએસટીટીએડીએ પરંપરાગત કલા અને શિલ્પકારીમાં કૌશલ્ય અને પ્રશિક્ષણને બહેતર બનાવવાની મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરોની ક્ષમતા વધારવી, પરંપરાગત કલા અને શિલ્પનું માનકીકરણ, તેમનું દસ્તાવેજીકરણ અને તેમને બજારથી જોડવાનો છે.

સ્કીલ ઈન્ડિયાને પ્રધાનમંત્રી કેટલું મહત્ત્વ આપે છે તે કોઈનાથી છૂપું નથી. સરકારે આપણા યુવાઓને સશક્ત બનાવવા માટે તત્કાળ એક અલગ કૌશલ્ય વિકાસ મંત્રાલયનું ગઠન કર્યું છે. અત્યાર સુધી વિભિન્ન કાર્યક્રમો અંતર્ગત ૭૬ લાખ યુવાઓને કૌશલ્ય પ્રશિક્ષણ અપાયું છે. ‘સ્કૂલ ટુ સ્કીલ’ કાર્યક્રમ અંતર્ગત કૌશલ્ય પ્રમાણપત્રોને અકાદમીક સમાનતા અપાય છે. ૧૫૦૦ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાને મંજૂરી અપાઈ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ત્રણ વર્ષમાં ૧૦ લાખ ગ્રામીણ યુવાઓને પ્રશિક્ષિત કરશે.

towards-a-bright-future4

એપ્રેન્ટીસશીપ કાનૂનમાં સંશોધન દ્વારા ઓન – જોબ ટ્રેનીંગની તકોમાં વધારાનો રસ્તો સાફ કરી દીધો છે. સરકાર આવતા અઢી વર્ષોમાં ૫૦ ટકા સ્ટાઈપેન્ડ શેર કરીને ૧ લાખ એપ્રેન્ટીસશીપને પ્રોત્સાહન આપશે. સરકારની યોજના હાલના ૨.૯ લાખની સામે આવતા કેટલાંક વર્ષોમાં ૨૦ લાખ થી વધુ એપ્રેન્ટીસ આપવાની છે. રાષ્ટ્રવ્યાપી અવસર ઉપલબ્ધ કરાવવા માટે નેશનલ કેરીયર સેન્ટરની શરૂઆત કરાઈ જે એક સ્થાન પર બધી ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરશે. આ કેન્દ્ર યુવાઓને કરીયર સંબંધી ઉપયોગી સામગ્રી અને સ્વ મૂલ્યાંકનના સાધનો ઉપલબ્ધ કરાવશે. યુવાઓ માટે સલાહકારોનું એક નેટવર્ક પણ ઉપલબ્ધ હશે.

towards-a-bright-future5પંડિત મદનમોહન માલવિય શિક્ષક પ્રશિક્ષણ મિશનની શરૂઆતના પ્રસંગે પ્રધાનમંત્રીને સાંભળો.

લોડ થઇ રહ્યું છે ... Loading