પ્ર.1: | હું માનનીય પ્રધાનમંત્રીને મારી ફરિયાદ અરજી કરવા ઇચ્છું છું. કૃપા કરીને મને આ માટેની પ્રક્રિયા અંગે જાણકારી આપો.
હું કેવી રીતે પીએમઓમાં મારી ફરિયાદ દાખલ કરી શકું? મારે પીએમઓમાં મારી ફરિયાદની અરજી ક્યાં મોકલવી જોઈએ? હું આદરણીય પ્રધાનમંત્રી કે પીએમઓને મારી ફરિયાદની અરજી ઓનલાઈન સુપરત કરી શકું? |
જવાબઃ | ઇન્ટરેક્ટિવ પેજ લિન્ક “Write to the Prime Minister” (“પ્રધાનમંત્રીને લખો”)નો ઉપયોગ કરીને માનનીય પ્રધાનમંત્રી/પીએમઓને ફરિયાદ મોકલી શકાશે. આ લિન્ક પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છેઃ : https://www.pmindia.gov.in/ -> માનનીય પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ (ડ્રોપ ડાઉન મેનુમાંથી) ->પ્રધાનમંત્રીને લખો. આ લિન્ક પીએમઓની વેબસાઇટના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે [https://www.pmindia.gov.in/]
કથિત લિન્ક પર ક્લિક કરીને નાગરિક સીપીજીઆરએએમએસ (CPGRAMS) પેજ પર જાય છે, જ્યાં ફરિયાદની નોંધણી થાય છે અને ઉચિત નોંધણી થયા પછી વિશિષ્ટ નોંધણી નંબર જનરેટ થાય છે. નાગરિક પાસે ફરિયાદ સાથે સંબંધિત પ્રસ્તુત ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો વિકલ્પ પણ હોય છે. નાગરિકો અન્ય માધ્યમો મારફતે પણ માનનીય પ્રધાનમંત્રી/પીએમઓને તેમની ફરિયાદ પણ મોકલી શકે છે, જેમ કેઃ (i) ટપાલ દ્વારા – પ્રતિ, પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિન – 110011, |
પ્ર.2: | હું માનનીય પ્રધાનમંત્રી સાથે મારા વિચારો કેવી રીતે વહેંચી શકું?
મારે માનનીય પ્રધાનમંત્રીને કેટલાંક સૂચનો કરવા છે. આ માટેની પ્રક્રિયા શું છે? |
જવાબઃ | નાગરિકો પીએમઓની વેબસાઇટના હોમ પેજ પર ઉપલબ્ધ “આપના મંતવ્યો, સૂઝ અને વિચારો રજૂ કરો” લિન્કનો ઉપયોગ કરીને માનનીય પ્રધાનમંત્રી/પીએમઓ સાથે તમારા વિચારો, આઇડિયા કે સૂઝને વહેંચી શકો છો. પીએમઓની વેબસાઇટ પર આ લિન્ક છેઃ https://www.pmindia.gov.in/ -> માનનીય પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ (ડ્રોપ ડાઉન મેનુમાંથી) -> આપના મંતવ્યો, સૂઝ અને વિચારો રજૂ કરો. આ લિન્ક પીએમઓની વેબસાઇટ [https://www.pmindia.gov.in/]ના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે. નાગરિકો અન્ય માધ્યમો મારફતે પણ માનનીય પ્રધાનમંત્રી/પીએમઓને તેમના વિચારો, સૂઝ અને આઇડિયા વહેંચી શકે છે, જેમ કેઃ
(i) ટપાલ દ્વારા – પ્રતિ પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિન – 110011, |
પ્ર.3: | નાગરિક માનનીય પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને સુપરત કરેલી ફરિયાદની પોતાની અરજી પર કેટલી કામગીરી થઈ એ કેવી રીતે જાણી શકે.
કૃપા કરીને મને જણાવો કે પ્રધાનમંત્રી/પીએમઓને તારીખ/મહિનો/વર્ષના રોજ સુપરત કરવામાં આવેલી મારી ફરિયાદની અરજી પર શું કામગીરી કરવામાં આવી છે. અરજી પીએમઓએ ……………..વિભાગને સુપરત કરી હતી, જેનો આઇડી નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે. મેં પીએમઓને અરજી સુપરત કરી હતી અને મારી અરજી પીએમઓએ ………..ની રાજ્ય સરકારને મોકલી હતી. તેનો નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે, જેની તારીખ તારીખ/મહિનો/વર્ષ છે. કૃપા કરીને મને તેની સ્થિતિ વિશે જાણકારી આપો. મેં તારીખ/મહિનો/વર્ષના રોજ માનનીય પ્રધાનમંત્રીને ઓનલાઇન ફરિયાદ અરજી સુપરત કરી હતી, જેનો નોંધણી નંબર પીએમઓપીજી/ઇ/વર્ષ/123456789 છે અને આ અરજી ઇલેક્ટ્રોનિકલી પીએમઓ દ્વારા …………મંત્રાલયને મોકલવામાં આવી છે. હું જાણવા ઇચ્છું છું કે મારી અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાનું નિરાકારણ થયું છે કે કેમ. |
જવાબઃ | પ્રધાનમંત્રી કાર્યાલયને વિવિધ વિષયો સાથે સંબંધિત જાહેર ફરિયાદો મોટી સંખ્યામાં મળે છે, જે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના વિવિધ મંત્રાલયો/વિભાગોના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. એક પ્રતિબદ્ધ ટીમ દ્વારા પીએમઓની જાહેર પાંખમાં પત્રોની પ્રક્રિયા કરવા માટેની માર્ગદર્શિકા મુજબ પીએમઓની જાહેર પાંખમાં ફરિયાદ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં સમાન પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં સંચારની પ્રકૃતિ અને વિગતને આધારે પ્રધાનમંત્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ/ઓથોરિટીઝની સલાહ લેવામાં આવે છે. આ રીતે પીએમઓ જાહેર ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ વ્યવસ્થા (સીપીજીઆરએએમએસ) મારફતે ઉચિત લાગે તેવી કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળો (મંત્રાલયો/વિભાગો/રાજ્ય સરકારો)ને કાર્ય કરી શકાય તેવી અરજીઓ મોકલવામાં આવે છે, જેમાં વિનંતી કરવામાં આવે છે કે, જવાબ અરજદારને મોકલવામાં આવે અને તેની નકલ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે. કથિત માર્ગદર્શિકા મુજબ જે અરજીઓ પર કાર્ય કરી ન શકાય તેને ફાઇલ કરવામાં આવે છે/રેકોર્ડ પર જાળવવામાં આવે છે.
ફિઝિકલ મોડમાં (પોસ્ટ દ્વારા/ હાથ દ્વારા/ FAX દ્વારા) પ્રાપ્ત થયેલી અરજીઓ જે કાર્યવાહી કરવા યોગ્ય હોવાનું જણાયું છે તે CPGRAMS દ્વારા ઓનલાઈન સંબંધિત સત્તાવાળાઓને મોકલવામાં આવે છે. એક વિશિષ્ટ ફરિયાદ નોંધણી નંબર જનરેટ થાય છે, જેનો ઉલ્લેખ ફોરવર્ડિંગ લેટર/એકનોલેજમેન્ટ પર થાય છે. એકનોલેજમેન્ટ અરજદારને પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ઉપરાંત પોતાનું ઇ-મેલ આઇડી/મોબાઇલ નંબર પ્રદાન કરનાર અરજદારોને એસએમએસ/ઇ-મેલ મારફતે પણ એકનોલેજમેન્ટ મળે છે. ઓનલાઇન પદ્ધતિ મારફતે પ્રાપ્ત થતી અને કાર્ય કરી શકાય તેવી જણાતી અરજીઓ ઓનલાઇન સંબંધિત સત્તામંડળોને આગળ રવાના કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ ફોરવર્ડિંગ લેટર કે એકનોલેજમેન્ટ જનરેટ થતા નથી. જોકે પોતાનું ઇ-મેલ આઇડી/મોબાઇલ નંબર પ્રદાન કરનાર અરજદારોને એસએમએસ/ઇ-મેલ મારફતે પણ એકનોલેજમેન્ટ મળે છે. નાગરિક પોતાની અરજીના નોંધણી નંબરનો ઉપયોગ કરીને http://pgportal.gov.in/Status પર ફરિયાદની સ્થિતિ ચકાસી શકે છે. સત્તામંડળો દ્વારા કરવામાં આવેલી કામગીરીની યાદી અને અરજદારને જવાબની નકલ પણ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે. ઉપરાંત ફરિયાદ સાથે સંબંધિત ટેલિફોનિક પૂછપરછ ઓફિસ સમય દરમિયાન કામકાજના દિવસોમાં પબ્લિક વિંગના ટેલિફોન નંબર 011-23386447 પર કરી શકાશે. આ પ્રકારના કેસોમાં ફરિયાદનું સમાધાન યોગ્ય સત્તામંડળના અધિકારક્ષેત્રની અંદર થાય છે, જેને ફરિયાદ ફોરવર્ડ કરવામાં આવે છે. એટલે અરજદાર ફરિયાદ ફોરવર્ડ કરવામાં આવી હોય એ મંત્રાલય/વિભાગ/રાજ્ય સરકારમાં સંબંધિત સત્તામંડળ પાસેથી અરજી પર ફોલો-અપ એક્શનની વિગત મેળવી શકે છે. પીજી પોર્ટલ (પબ્લિક ઇન્ટરફેસ – http://pgportal.gov.in/Status) અરજદારને આ બાબત સાથે સંબંધિત જાણકારી મેળવવા સક્ષમ બનાવવા સીપીજીઆરએએમએસ મારફતે અરજી જેને ફોરવર્ડ કરવામાં આવી હોય એ સંબંધિત સત્તામંડળની વિગતો (હોદ્દો/ફોન નંબર વગેરે) રજૂ કરવાની જોગવાઈ પણ ધરાવે છે. |
પ્ર.4: | કૃપા કરીને મને પીએમઓ દ્વારા રાજ્ય સરકારને તારીખ/મહિનો/વર્ષના રોજ સુપરત કરવામાં આવેલી ફરિયાદ અરજીમાંથી ફાઇલની નોંધની નકલ આપો, જેનો પત્ર નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે અને જેના પર તારીખ/મહિનો/વર્ષ છે.
હું પ્રસ્તુત ફાઇલની ચકાસણી કરવા ઇચ્છું છું, જેમાં મારી ફરિયાદની અરજી પીએમઓએ ……મંત્રાલયને મોકલી છે, જેનો આઇડી નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે, જેના પર તારીખ/મહિનો/વર્ષ છે. કૃપા કરીને મને તારીખ તારીખ/મહિનો/વર્ષની મારી ફરિયાદની અરજી પર રોજિંદા કામગીરીનો રિપોર્ટ આપો, જે પીએમઓએ રાજ્ય સરકારને સુપરત કરી છે, જેનો પત્ર નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે અને જેના પર તારીખ/મહિનો/વર્ષ છે. |
જવાબઃ | પીએમઓની પબ્લિક વિંગમાં જનતા પાસેથી પ્રાપ્ત પત્રોની પ્રક્રિયા સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ છે અને સોફ્ટવેરમાં ફાઇલ નોટિંગ તેમજ આ ઓફિસ સાથે સંબંધિત રોજિંદા કામગીરીના રિપોર્ટની કોઈ જોગવાઈ નથી. |
પ્ર.5: | મેં પ્રધાનમંત્રીને ઓનલાઇન અરજી સુપરત કરી હતી આ અરજી ……મંત્રાલય/રાજ્ય સરકારના………..વિભાગને સુપરત કરવામાં આવી હોય કે તેની સાથે સંચાર થયો હોય તેની નકલ/પત્રની નકલ કૃપા કરીને આપો. |
જવાબઃ | ઓનલાઇન અરજીઓ ઇલેક્ટ્રોનિકલી સંબંધિત સત્તામંડળોને મોકલવામાં આવે છે એટલે કોઈ ફોરવર્ડિંગ લેટર જનરેટ થતો નથી. |
પ્ર.6: | કૃપા કરીને મને માનનીય પ્રધાનમંત્રીને ફરિયાદ અરજી દાખલ કરવા તેમનું ઇ-મેલ આઇડી આપો. |
જવાબઃ | પ્રધાનમંત્રીનું કોઈ સત્તાવાર ઇ-મેલ આઇડી નથી. જોકે ઓનલાઇન ફરિયાદ દાખલ કરવા કૃપા કરીને એફએક્યુનો પ્રશ્ર નંબર 1 જુઓ . |
પ્ર.7: | પીએમઓમાં ફાઇલ થયેલી ફરિયાદોના નિકાલ માટે કોઈ માર્ગદર્શિકા/સમયગાળો છે? |
જવાબઃ | કાર્ય કરી શકાય તેવી તમામ અરજીઓ સીપીજીઆરએએમએસ મારફતે ઉચિત જણાય તેમ કાર્યવાહી કરવા સંબંધિત સત્તામંડળો (મંત્રાલયો/વિભાગો/રાજ્ય સરકારો)ને મોકલવામાં આવે છે. સીપીજીઆરએએમએસ માટે વહીવટી વિભાગ, વહીવટી સુધારા અને જાહેર ફરિયાદોનો વિભાગ (ડીએઆરપીજી) જાહેર ફરિયાદોના નિકાલના સંબંધમાં સૂચિત માર્ગદર્શિકા ધરાવે છે. આ જ બાબત પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે અને વહીવટી સુધારા અને જાહેર ફરિયાદોના વિભાગની વેબસાઇટ પર જોઈ શકાશે. |
પ્ર.8: | પીએમઓમાં પ્રાપ્ત થયેલી અરજીઓના નિકાલ પર નજર રાખવા માટેની કોઈ વ્યવસ્થા/તંત્ર કાર્યરત છે? |
જવાબઃ | કામ કરી શકાય તેવી તમામ અરજીઓને સંબંધિત સત્તામંડળો (મંત્રાલયો/વિભાગો/રાજ્ય સરકારો)ને ઉચિત કાર્યવાહી માટે મોકલવામાં આવે છે. આ ફરિયાદોનું સમાધાન કરવાની જવાબદારી તેમના અધિકારક્ષેત્રમાં આવે છે. ફરિયાદ કે અરજી મળ્યા પછી સંબંધિત સત્તામંડળો તેની સમીક્ષા કરે છે. ઉપરાંત વહીવટી સુધારાણા અને જાહેર ફરિયાદ વિભાગ નિયમિત સમયાંતરે સીપીજીઆરએએમએસમાં દાખલ થયેલી અરજીઓના નિકાલની સમીક્ષા સંબંધિત સત્તામંડળો સાથે કરે છે. |
પ્ર.9: | સાધારણ જનતા પાસેથી પીએમઓને મળેલ સંચાર પર પ્રધાનમંત્રી જવાબ આપે છે કેમ? |
જવાબઃ | આ ઓફિસમાં પ્રાપ્ત સંચાર પર વિવિધ સ્તરે જવાબ આપવામાં આવે છે, જેમાં પ્રધાનમંત્રી સામેલ છે. પણ જવાબ કયા સ્તરે આપવામાં આવશે તેનો આધાર અરજી કે ફરિયાદ કે સંચારના પ્રકાર અને સામગ્રી પર હોય છે. |
વહીવટી અને માનવ સંસાધન સાથે સંબંધિત અવારનવાર પૂછાતાં પ્રશ્રો (એફએક્યુ) | |
પ્ર.1: | કૃપા કરીને મને પીએમઓમાં કામ કરતા અધિકારીઓના નામ, હોદ્દા અને ટેલિફોન નંબરો પ્રદાન કરો
કૃપા કરીને મને પીએમઓમાં કામ કરતા શ્રી XYZ, ABC [હોદ્દો]નો ટેલિફોન નંબર આપો. |
જવાબઃ | પીએમઓમાં કામ કરતા અધિકારીઓનાં નામ, હોદ્દા અને ટેલિફોન નંબરો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છેઃ https://www.pmindia.gov.in/ -> અધિકારીશ્રીઓની યાદી (ડ્રોપ ડાઉન મેનુમાંથી) |
પ્ર.2: | કૃપા કરીને પ્રધાનમંત્રીના અંગત સચિવ અને ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી)ના નામો અને મોબાઇલ નંબર આપો.
કૃપા કરીને પીએમઓમાં XYZ પદ પર કાર્યરત શ્રી ABCનો મોબાઇલ નંબર આપો. |
Ans: | પીએમઓમાં કાર્યરત અધિકારીઓના નામ વેબસાઇટ https://www.pmindia.gov.in/ -> અધિકારીશ્રીઓની યાદી (ડ્રોપ ડાઉન મેનુમાંથી) પર ઉપલબ્ધ છે. અધિકારીઓના મોબાઇલ ફોન નંબરો આપવા વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાશે, એટલે તેને માહિતી અધિકારના કાયદાની કલમ 8 (1) (આઇ) હેઠળ જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. |
પ્ર.3: | કૃપા કરીને પીએમઓમાં કાર્યરત અધિકારીઓની વિગતો અને કર્મચારીઓના પગારની જાણકારી આપો.
પીએમઓમાં કાર્યરત શ્રી ABCને ચુકવવામાં આવતું કુલ વળતર કેટલું છે |
જવાબઃ | પીએમઓમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓને ચુકવવામાં આવતા વળતર કે પગારની વિગત પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે માહિતી અધિકારના કાયદા, 2005ના જોગવાઈ (4) (1) (બી) હેઠળ સક્રિય જાહેરાતનો ભાગ છેઃ https://www.pmindia.gov.in/ -> માહિતીનો અધિકાર (ડ્રોપ ડાઉન મેનુમાંથી) -> આરટીઆઇ કાયદા, 2005ની જોગવાઈ 4(1)(બી) હેઠળ સક્રિય જાહેરાત |
પ્ર.4: | અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન પીએમઓએ કુલ કેટલા ખર્ચનું વહન કર્યું હતું
કૃપા કરીને પીએમઓએ ચુકવેલા કર્મચારીદીઠ ‘પગાર’ની મહિનાવાર ખર્ચની માહિતી પ્રદાન કરો. |
જવાબઃ | અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન પીએમઓ દ્વારા વહન કરવામાં આવેલા ખર્ચની વિગતો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે માહિતી અધિકારના કાયદા, 2005ના જોગવાઈ (4) (1) (બી) હેઠળ સક્રિય જાહેરાતનો ભાગ છેઃ https://www.pmindia.gov.in/ -> માહિતીનો અધિકાર (ડ્રોપ ડાઉન મેનુમાંથી) -> આરટીઆઇ કાયદા, 2005ની જોગવાઈ 4(1)(બી) હેઠળ સક્રિય જાહેરાત |
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) સાથે સંબંધિત અવારનવાર પૂછાતા પ્રશ્રો (એફએક્યુ) | |
પ્ર.1: | હું તબીબી સારવાર માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી કેવી રીતે મદદ મેળવી શકું છું? |
જવાબઃ | અરજદારો કોઈ પણ સરકારી હોસ્પિટલ/પીએમએનઆરએફમાં નોંધાયેલ ખાનગી હોસ્પિટલો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી નાણાકીય સહાય મેળવવા અરજી કરી શકે છે, જે માટે સંબંધિત હોસ્પિટલમાંથી તબીબી પ્રમાણપત્ર/અંદાજ અને કુટુંબની આવકના પુરાવા સાથે પ્રધાનમંત્રીને સરળ અરજી કરવી પડે છે. પીએમએનઆરએફમાંથી નાણાકીય સહાય મેળવવા માર્ગદર્શન મેળવવાની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છેઃ www.pmindia.gov.in તેમજ https://pmnrf.gov.in |
પ્ર.2: | કૃપા કરીને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત કોષમાંથી નાણાકીય સહાય મેળવનાર વ્યક્તિઓની વિગત આપો.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી શ્રી/શ્રીમતી ………….ને કેટલી નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવી છે. |
Ans: | માંગવામાં આવેલી આ માહિતી સંપૂર્ણપણે વ્યક્તિગત છે, જે ત્રીજા પક્ષને જાહેર કરવી વ્યક્તિ(ઓ)ની ગોપનીયતાનાં ઉલ્લંઘન સમાન હોઈ શકે છે. એટલે માહિતી અધિકારના કાયદાની કલમ 8(1)(આઇ) હેઠળ તેને મુક્તિ આપવામાં આવી હોવાથી આ માહિતી આપી નહીં શકાય. |
પ્ર.3: | કૃપા કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષની વર્ષદીઠ આવક અને ખર્ચ વિશે જાણકારી આપો. |
જવાબઃ | પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષની આવક અને ખર્ચ સાથે સંબંધિત તમામ પ્રસ્તુત માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એટલે કે www.pmindia.gov.in તેમજ https://pmnrf.gov.in પર મળશે. |
માહિતી અધિકારના કાયદા, 2005 હેઠળ અરજીઓ અને પ્રથમ અપીલના સંબંધમાં એફએક્યુ (અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્રો) | |
પ્ર.1: | કૃપા કરીને પીએમઓના સીપીઆઇઓના સંપર્કની વિગત આપો |
જવાબઃ | સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર,
પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોક, નવી દિલ્હી – 110011 ટેલિફોનઃ 011-23382590 ફેક્સ નંબરઃ 011-23388157 ઇ-મેલઃ rti-pmo.applications[at]gov[dot]in |
પ્ર.2: | કૃપા કરીને આરટીઆઇ કાયદા હેઠળ પીએમઓના એપીલેટ ઓથોરિટીના સંપર્કની વિગત પ્રદાન કરો.
આરટીઆઇ કાયદા હેઠળ મારે પીએમઓમાં મારી પ્રથમ અપીલ કોને કરવી જોઈએ? |
જવાબઃ | ડિરેક્ટર (આરટીઆઇ)
પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોક, નવી દિલ્હી – 110011 ટેલિફોનઃ 011-23074072 (ઓફિસ) ફેક્સ નંબરઃ 011-23388157/23019545/23016857 આરટીઆઇ અપીલ માટે ઇ-મેલ આઇડીઃ rti[dot]appeal[at]gov[dot]in |
પ્ર.3: | પીએમઓ પાસેથી માહિતી મેળવવા નાગરિકોને કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે
પીએમઓમાંથી માહિતી મેળવવાની પ્રક્રિયા શું છે |
જવાબઃ | આ સંબંધમાં વિગત પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે
: https://www.pmindia.gov.in/ -> માહિતીનો અધિકાર (ડ્રોપ ડાઉન મેનુમાંથી) ->માહિતી મેળવવા માટેની પ્રક્રિયા અરજદારોને પીએમઓની વેબસાઇટ પર આપવામાં આવેલ માહિતી મેળવવા ઇચ્છતા (આરટીઆઇ અરજદારો) માટેની જાણકારી જોવાની પણ સલાહ છેઃ https://www.pmindia.gov.in-> માહિતીનો અધિકાર (ડ્રોપ ડાઉન મેનુમાંથી) -> માહિતી ઇચ્છુકો માટે અગત્યના સૂચનો (આરટીઆઇ અરજદારો) |
અન્ય માહિતી સાથે સંબંધિત એફએક્યુ (અવારનવાર પૂછાતા પ્રશ્રો) | |
પ્ર.1: | કૃપા કરીને તારીખ/મહિનો/વર્ષના રોજ આયોજિત પ્રગતિની બેઠકની સંપૂર્ણ કામગીરીની નકલ પ્રદાન કરો.
કૃપા કરીને પ્રગતિની બેઠકમાં ………સંબંધમાં લેવાયેલ નિર્ણય(નિર્ણયો)ની વિગત પ્રદાન કરો |
જવાબઃ | તમામ પ્રગતિ બેઠકોની સંપૂર્ણ કામગીરી www.pragati.nic.in પર ઉપલબ્ધ છે. |
પ્ર.2: | કૃપા કરીને માનનીય પ્રધાનમંત્રીએ કરેલી જાહેરાતોની વિગત પ્રદાન કરો. |
જવાબઃ | પ્રધાનમંત્રીએ વિવિધ પ્રસંગો પર અનેક જાહેરાતો કરી છે/પેકેજીસ જાહેર કર્યા છે. આ જાહેરાતો/પેકેજીસ પ્રધાનમંત્રીના ભાષણોનો ભાગ છે, જે પીએમઓની વેબસાઇટ (લિન્ક: https://pmindia.gov.in/en/tag/pmspeech/) પર ઉપલબ્ધ છે. |
પ્ર.3: | કૃપા કરીને ……….. પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીએ આપેલા ભાષણની નકલ આપો.
કૃપા કરીને ………તારીખ/મહિનો/વર્ષના રોજ માનનીય પ્રધાનમંત્રીએ આપેલા ભાષણની નકલ આપો. |
જવાબઃ | પ્રધાનમંત્રીના ભાષણો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે (લિન્કઃhttps://pmindia.gov.in/en/tag/pmspeech/). |
જાહેર ફરિયાદો સાથે સંબંધિત અવારનવાર પૂછાતા પ્રશ્રો (એફએક્યુ) |
---|