ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે
( Feb 21, 2025 )
તમારું (પીએમ નરેન્દ્ર મોદી) નેતૃત્વ પરિવર્તન અને અભૂતપૂર્વ પ્રગતિનું પ્રતીક રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, જળ શક્તિ અભિયાન, પીએમ આવાસ યોજના, ગતિ શક્તિ, કિસાન સન્માન નિધિ જેવી પહેલો... આ તમારી કેટલીક પહેલો છે, રાષ્ટ્રને તમે આપેલી ભેટો, જેણે 30 કરોડથી વધુ લોકોને ગરીબીના અભિશાપથી બચાવ્યા છે અને ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તમારા નેતૃત્વ હેઠળ, ભારત વિકસિત ભારત બનવાની દિશામાં અગ્રેસર છે... અને વિકસિત ભારત - એક શક્તિશાળી અને સમૃદ્ધ ભારત - તમારો વારસો હશે, સર.