ડાક યુનિટ, પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોકને આ ઓફિસ સાથે સંબંધિત આરટીઆઇની અરજીઓ મળે છે અને આરટીઆઇ ધારા, 2005 હેઠળ સૂચવ્યા મુજબ કાયદેસર ફી ચુકવવામાં આવે છે. ઉપરાંત આ કાર્યાલયને મળતી તમામ આરટીઆઇ અરજીઓની પ્રક્રિયા કરવા પીએમઓમાં આરટીઆઈ શાખા સ્થાપિત કરવામાં આવી છે.
2. તેના વિકલ્પ સ્વરૂપે આરટીઆઇ અરજીઓને આરટીઆઇ ઓનલાઇન પોર્ટલપર પસંદ કરી શકાશે..
3. આરટીઆઇ શાખા ધારા હેઠળ સૂચિત વિવિધ ફીનો સ્વીકાર કરે છે, જેમાં યોગ્ય રસીદ સામે રોકડમાં, તેમજ સેક્શન ઓફિસર, પીએમઓની તરફેણમાં આઇપીઓ/ડીડી/બેંકર્સ ચેક મારફતે એમ બંને રીતે. ઓનલાઇન અરજીઓ માટે ફીની ચુકવણી ઓનલાઇન થઈ શકશે.
4. આરટીઆઇ શાખા અરજદારોને પીએમઓમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઇ અરજીઓના સંબંધમાં તેમની અરજીઓની સ્થિતિને આધારે જાણકારી અને તેમને માંગેલી અન્ય જરૂરી માહિતી પ્રદાન કરે છે :
સરનામું | આરટીઆઈ શાખા પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોક, નવી દિલ્હી 110011 |
ટેલીફોન નંબર. | 011–23382590 |
સમય | સવારે 09.00થી સાંજના 05.30 M |
ઉપલબ્ધ સુવિધા | a) a) જનતા પાસેથી/પોસ્ટ મારફતે પીએમઓને કરવામાં આવેલી આરટીઆઇ અરજી. b) રોકડ અને આરટીઆઈ ધારા, 2005માં ઉલ્લેખિત અન્ય પદ્ધતિઓ મારફતે ફીનો સ્વીકાર કરવો. c) અરજદારોને તેમની અરજીઓની સ્થિતિ વિશે માહિતી પ્રદાન કરવી. |
ચાર્જીસ | અરજીની ફી: રૂ. 10/-.વધારાની ફી: – a) A-3 અથવા નાના સાઇઝના પેપરમાં દરેક પેજ માટે રૂ.2/-; b) વાસ્તવિક ખર્ચ અથવા મોટી સાઇઝના પેપરમાં ફોટોકોપીની કિંમત: c) સીડી કે ડીવીડીનો વાસ્તવિક ખર્ચ; d) ચકાસણીના પ્રથમ કલાક માટે રેકોર્ડની ચકાસણી માટે કોઈ ફી નહીં અને દરેક કલાક કે પછીના સમય માટે ફી રૂ.5/-; અને, e) માહિતીના પુરવઠામાં સંકળાયેલા પોસ્ટલ ચાર્જ, જે રૂ. 50/-થી વધારે છે. |
ફીમાં માફી | એવી કોઈ પણ વ્યક્તિ પાસેથી ફી વસૂલવામાં નહીં આવે, જે આ અરજી સાથે સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિના પ્રમાણપત્રની નકલ પ્રદાન કરે. | આરટીઆઈ શાખા |
---|