1. પ્રધાનમંત્રી કાર્યાલયના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર (સીપીઆઇઓ) આ કાર્યાલય દ્વારા ધરાવવામાં આવતી કે નિયંત્રણમાં આવતી તથા ભારત સરકારના (કામગીરીની ફાળવણી) નિયમો, 1961 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલી કામગીરી સાથે સંબંધિત માહિતી પ્રદાન કરવા બંધાયેલ છે.
2. . કેન્દ્ર સરકારના મંત્રાલય/વિભાગ સાથે સંબંધિત બાબત
આરટીઆઇ ધારા, 2005 પ્રદાન કરે છે કે જો કોઈ વ્યક્તિ દ્વારા માહિતી માંગવામાં આવી અને તેની માહિતી અન્ય સરકારી વિભાગ પાસે હોય કે તેના કાર્યક્ષેત્રમાં આવતી હોય, તો આ પ્રકારની અરજીઓ અન્ય સરકારી ઓથોરિટીને હસ્તાંતરિત કરવામાં આવશે. એટલે તે સલાહ આપવામાં આવે છે કે મંત્રાલયો કે વિભાગો સાથે સંબંધિત ચોક્કસ વિષયો પર માહિતી માટેની અરજીઓ સંબંધિત મંત્રાલય/વિભાગના જાહેર માહિતી અધિકારીને સીધી મોકલી શકાશે, જેથી તેમની અરજી પર સમયસર ધ્યાન આપવામાં આવે. કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગો વચ્ચે કામગીરીની ફાળવણી સંબંધમાં શંકા હોય તેવા કેસમાં અરજદારો ભારત સરકારના (કામગીરીના ફાળવણી)ના નિયમો, 1961નો સંદર્ભ જોઈ શકે છે..
b) જોકે એકથી વધારે સરકારી ઓથોરિટીઝ સાથે સંબંધિત માહિતી મેળવવા અરજીઓ (ઉદાહરણ તરીકે એકથી વધારે મંત્રાલય/વિભાગ) આ પ્રકારની અન્ય સરકારી ઓથોરિટીઝને હસ્તાંતરિત કરવામાં નહીં આવે અને આ પ્રકારના કેસમાં આરટીઆઇ અરજીઓની વિનંતી અસ્વીકારને પાત્ર બનશે.
3. રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારો સાથે સંબંધિત બાબતો: રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત કામગીરીની માહિતી સાથેના સંબંધમાં અરજદારોને સંબંધિત રાજ્ય સરકાર(સરકારો)/કેન્દ્રશાસિત પ્રદેશોનાં સંબંધિત સરકારી વિભાગને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
4. કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગો કે રાજ્ય સરકાર (સરકારો) હેઠળ સરકારી વિભાગો પાસેથી માહિતી મેળવવા માટે અરજદારો તેમની સંબંધિત વેબસાઇટ(વેબસાઇટ્સ)ને જોઈ શકે છે, જે ભારત સરકારની વેબ ડિરેક્ટરી પર ઉપલબ્ધ છે.
5. Tસીપીઆઇઓ પ્રધાનમંત્રી કાર્યાલયના રેકોર્ડનો ભાગ ન હોય તેવી માહિતી ઊભી કરતાં નથી. સીપીઆઇઓને એ માહિતી આપવાની જરૂર પણ નથી, જેમાં આ જરૂરી હોય છેઃ:-
a) અનુમાન કરવું;
b) ધારણાઓ બાંધવી;
c) માહિતીનું અર્થઘટન કરવું;
d) અરજદારોની સમસ્યાઓનું સમાધાન કરવું;
e) અન્ય સરકારી વિભાગ(વિભાગો) પાસે રહેલી માહિતી મેળવવી; અથવા; or,
f) અનુમાનિત પ્રશ્રોનો જવાબ આપવો
6. પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંબંધિત તમામ માહિતી અને સંભવિત જનહિત પીએમઓની વેબસાઇટપર “માહિતીના અધિકાર” and other sections. Applicants are advised to refer to the website to access available information so as to obviate filing of RTI applications for the purposesશીર્ષક અને અન્ય વિભાગો હેઠળ ઉપલબ્ધ છે. અરજદારોને ઉપલબ્ધ માહિતી જોવા વેબસાઇટનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી વિવિધ હેતુઓ માટે આરટીઆઇ અરજીઓ દાખલ કરવાનું ટાળી શકાય.