ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓની સુવિધા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે માહિતીના અધિકાર સબંધી અપીલો માટે એક સમર્પિત ઈમેલ – rti.appeal[at]gov[dot]in બનાવ્યું છે. તમને વિનંતી છે કે તમારી આરટીઆઇ માટેની અપીલ આ ઇ-મેઇલ એડ્રેસ પર મોકલો.
વિલંબ અટકાવવા
પ્રધાનમંત્રી કાર્યાલયમાં અલગ અલગ વિષયો પર માહિતી માંગતી ઘણી અરજીઓ પ્રાપ્ત થતી રહી છે. તેમાંની ઘણી અરજીઓ મંત્રીઓ અને વિભાગો સાથે સંબંધિત હોય છે અને તે અરજીઓ, આરટીઆઇના કાયદા મુજબ, સંબંધિત લોક પ્રાધિકારીઓને વિધિવત્ મોકલી દેવાય છે.
આરટીઆઇ કાયદો, 2005 અનુસાર જો કોઈ વ્યક્તિ દ્વારા માંગવામાં આવેલી માહિતી કોઈ અન્ય પાસે છે અથવા તે પ્રાથમિક રીતે કોઈ અન્ય લોક પ્રાધિકારીનું કાર્ય છે તો આવી અરજીઓને તે લોક પ્રાધિકારીઓને સ્થાનાંતરિત કરી દેવાશે.
મંત્રીઓ અને વિભાગોના વિવિધ વિષયો અંગે માહિતી માંગતી અરજીઓ જે-તે વિભાગના લોક સૂચના અધિકારીને સીધી મોકલવામાં આવે તેવી વિનંતી છે, જેનાથી તે અરજીઓને ઝડપથી ધ્યાને લઇ શકાય.
ફી
આરટીઆઇ કાયદા, 2005 અંતર્ગત માહિતી માંગતી અરજીઓ માટે 10.00 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે, જે નીચે મુજબ કોઈ એક રીતે ચૂકવી શકાય છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના ખજાનચી પાસે રોકડા જમા કરાવીને
10/- રૂ.ના ડિમાન્ડ ડ્રાફ્ટ / બેન્કર ચેક (એપ્લિકેશન ફી) દ્વારા. ડ્રાફ્ટ “સેક્શન ઓફિસર, પ્રધાનમંત્રી કાર્યાલય”ના નામનો નવી દિલ્હીમાં ચુકવવા પાત્ર હોવો જોઈએ.
“સેક્શન ઓફિસર, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ”ના નામના પોસ્ટલ ઓર્ડર દ્વારા
અથવા
જો વ્યક્તિ ગરીબી રેખાની (બીપીએલ) નીચે આવતી હોય તો તે પોતાના યોગ્ય પૂરાવા મોકલીને ચૂકવણીમાંથી મુક્તિ મેળવી શકે છે.