Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

શોધો
  • ડો. મનમોહન સિંઘ

    ડો. મનમોહન સિંઘ

    May 22, 2004 - May 26, 2014

    ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન છે. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે. અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. ડો. સિંઘે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ...

    વધુ Archive Link
  • શ્રી અટલબિહારી વાજપેઇ

    શ્રી અટલબિહારી વાજપેઇ

    March 19, 1998 - May 22, 2004

    અટલબિહારી વાજપેઇ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડિલા નેતા હતા. 13 ઓક્ટોબર 1999ના રોજ તેમણે એન.ડી.એની નવી ગઠબંધન સરકારના વડાપદે સતત બીજી મુદત માટે શપથ લીધા હતા. 1996માં તેમણે ટૂંકી મુદત માટે પ્રધાનમંત્રીપદ સંભાળ્યું હતું. સતત બે ચૂંટણીમાં વિજયી બનીને પ્રધાનંત્રીપદે આરૂઢ થયેલા તેઓ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પછીની બીજી વ્યક્તિ બન્યા ...

    વધુ Archive Link
  • શ્રી ઇન્દરકુમાર ગુજરાલ

    શ્રી ઇન્દરકુમાર ગુજરાલ

    April 21, 1997 - March 19, 1998

    શ્રી ઇન્દરકુમાર ગુજરાલે 21 એપ્રિલ 1997ના રોજ સોમવારે ભારતના 12મા પ્રધાનમંત્રીપદે શપથ લીધા હતા. દિવંગત અવતાર નારાયણ ગુજરાલ અને દિવંગત શ્રીમતી પુષ્પા ગુજરાલના પુત્ર એવા શ્રી ગુજરાલે એમ.એ, બી.કોમ,પી.એચ.ડી, ડી લીટ સુધીનો અભ્યાસ કર્યો હતો. બિનવિભાજીત પંજાબના જેલમ ખાતે 4 ડિસેમ્બર, 1919ના રોજ તેમનો જન્મ થયો હતો. 26 મે, 1945ના રોજ શ્રીમતી શૈલા ...

    વધુ Archive Link
  • શ્રી એચ. ડી. દેવ ગૌડા

    શ્રી એચ. ડી. દેવ ગૌડા

    June 1, 1996 - April 21, 1997

    સામાજિક આર્થિક વકાસ માટેના લડવૈયા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રશંસક શ્રી. એચ.ડી. દેવ ગૌડાનો જન્મ 18 મે, 1933ના રોજ કર્ણાટકના હસન જિલ્લાના હોલેનારા સિપુરા તાલુકાના હારાદનાહલી ગામમાં થયો હતો. સિવિલ એન્જિનીયર ડિપ્લોમાં પદવી ધરાવતા દેવ ગૌડાએ 20 વર્ષની વયે જ સક્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શિક્ષણ પૂરું કરતા જ 1953માં તેઓ કોગ્રેસમાં ...

    વધુ Archive Link
  • શ્રી પી.વી. નરસિંહા રાવ

    શ્રી પી.વી. નરસિંહા રાવ

    June 21, 1991- May 16, 1996

    શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા. ખેડૂત અને ધારાશાસ્ત્રી હોવા સાથે તેઓ રાજકારણમાં જોડાયા હતા અને અનેક ...

    વધુ Archive Link
  • શ્રી ચંદ્રશેખર

    શ્રી ચંદ્રશેખર

    November 10, 1990 - June 21, 1991

    શ્રી ચંદ્રશેખરનો જન્મ 17 એપ્રિલ, 1927ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની ઇબ્રાહિમપટ્ટી ગામમાં થયો હતો. તેમણે 1977થી 1988 દરમિયાન જનતા પાર્ટીનું પ્રમુખપદ સંભાળ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ ચંદ્રશેખરને રાજકારણનું આકર્ષણ રહ્યું હતું અને તેઓ એક ક્રાંતિકારી વિચારણા ધરાવતા તેજાબી આદર્શવાદી નેતા તરીકે જાણીતા હતા. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી (1950-51) રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુષ્નાતક પદવી મેળવ્યા બાદ તેઓ ...

    વધુ Archive Link
  • શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ

    શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ

    December 2, 1989 - November 10, 1990

    શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ. તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું. 25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે. પોતાની વિદ્વતા માટે જાણિતા વી.પી.સિંહે અલ્હાબાદ ખાતેના કોરાઓન ખાતે ઇન્ટરમિડિયએટ કોલેજ ...

    વધુ Archive Link
  • શ્રી રાજીવ ગાંધી

    શ્રી રાજીવ ગાંધી

    October 31, 1984 - December 2, 1989

    શ્રી રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના નાના પંડિત જવાહરલાલ નહેરુએ પ્રધાનમંત્રી પદની 17 વર્ષની કારકિર્દીનો ...

    વધુ Archive Link
  • શ્રીમતી ઇન્દિરા ગાંધી

    શ્રીમતી ઇન્દિરા ગાંધી

    January 14, 1980 - October 31, 1984

    19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે અને મુંબઇની પ્યુપીલ્સ ઓવન સ્કૂલ, બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિનિકેતન વિશ્વભારતી અને ઓક્સફોર્ડ સોમરવીલ કોલેજ જેવી પ્રતિષ્ઠીત કોલજોમાં અભ્યાસ કર્યો હતો. વિશ્વભારતી અનેક યુનિવર્સિટીએ તેમને ...

    વધુ Archive Link
  • શ્રી ચરણસિંહ

    શ્રી ચરણસિંહ

    July 28, 1979 - January 14, 1980

    શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા. 1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ ...

    વધુ Archive Link
  • શ્રી મોરારજી દેસાઇ

    શ્રી મોરારજી દેસાઇ

    March 24, 1977 - July 28, 1979

    શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે સેન્ટ બુસર હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવીને મેટ્રિક ઉત્તીર્ણ ...

    વધુ Archive Link
  • શ્રી ગુલજારીલાલ નંદા

    શ્રી ગુલજારીલાલ નંદા

    January 11, 1966 - January 24, 1966

    શ્રી ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મુંબઇ)માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ ...

    વધુ Archive Link
  • શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

    શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

    June 9, 1964 - January 11, 1966

    શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે ...

    વધુ Archive Link
  • શ્રી જવાહરલાલ નહેરુ

    શ્રી જવાહરલાલ નહેરુ

    August 15, 1947 - May 27, 1964

    પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કરી હતી. 15 વર્ષની ઉંમરે જ તેઓ ઇંગ્લેન્ડ જતાં રહ્યા અને હૈરોમાં બે વર્ષ રહ્યા બાદ તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી ...

    વધુ Archive Link
  • શ્રીમતી ઇન્દિરા ગાંધી

    શ્રીમતી ઇન્દિરા ગાંધી

    January 24, 1966 - March 24, 1977

    19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે અને મુંબઇની પ્યુપીલ્સ ઓવન સ્કૂલ, બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિનિકેતન વિશ્વભારતી અને ઓક્સફોર્ડ સોમરવીલ કોલેજ જેવી પ્રતિષ્ઠીત કોલજોમાં અભ્યાસ કર્યો હતો. વિશ્વભારતી અનેક યુનિવર્સિટીએ તેમને ઓનરરી ...

    વધુ Archive Link
  • શ્રી ગુલજારીલાલ નંદા

    શ્રી ગુલજારીલાલ નંદા

    May 27, 1964 - June 9, 1964

    શ્રી ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મુંબઇ)માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ ...

    વધુ Archive Link
  • શ્રી અટલબિહારી વાજપેઇ

    શ્રી અટલબિહારી વાજપેઇ

    May 16, 1996 - June 1, 1996

    અટલબિહારી વાજપેઇ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડિલા નેતા હતા. 13 ઓક્ટોબર 1999ના રોજ તેમણે એન.ડી.એની નવી ગઠબંધન સરકારના વડાપદે સતત બીજી મુદત માટે શપથ લીધા હતા. 1996માં તેમણે ટૂંકી મુદત માટે પ્રધાનમંત્રીપદ સંભાળ્યું હતું. સતત બે ચૂંટણીમાં વિજયી બનીને પ્રધાનંત્રીપદે આરૂઢ થયેલા તેઓ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પછીની બીજી વ્યક્તિ બન્યા હતા. વાજપેયી ...

    વધુ Archive Link