Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

PM's Message


મારા વ્હાલા સાથી દેશવાસીઓ,

સેવાને આપણી ભારતીય સંસ્કૃતિમાં સર્વોત્તમ ફરજ ‘સેવા પરમોધર્મ’ ગણવામાં આવી છે. એક વર્ષ પહેલાં આપના પ્રધાન સેવક તરીકેની ફરજ અને સન્માન મને સોંપ્યાં હતાં, તેને સંપૂર્ણ ગંભીરતા અને પ્રામાણિકતાથી પરિપૂર્ણ કરવા મેં દરેક દિવસની દરેક ક્ષણ અને મારા શરીર તથા ભાવનાના દરેક તત્વને સમર્પિત કર્યા છે.

અમે એવા સમયે કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે દેશમાં વિશ્વાસ ડગમગી રહ્યો હતો. બેફામ ભ્રષ્ટાચાર અને અનિર્ણયાત્મકતાથી સરકારને લકવા લાગી ગયો હતો. સતત વધતા જતા ફૂગાવા અને આર્થિક દેવામાં આવ્યા હતા. તે વખતે તત્કાળ અને નિર્ણયાત્મક કાર્યવાહી જરૂરી હતી.

અમે આ પડકારોને પહોચી વળવા પદ્ધતિસર આગળ વધ્યા. કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવોને તત્કાળ કાબુમાં લેવામાં આવ્યા. સ્થિર અને નીતિઓ આધારિત પ્રો-એકટીવ શાસનથી ભાંગી પડેલા અર્થતંત્રને પુનઃચેતનવંતુ બનાવવામાં આવ્યું. કેટલાક માનીતાઓને આપણા મૂલ્યવાન કુદરતી સ્ત્રોતોની આપખૂદ ફાળવણીના સ્થાને પારદર્શી લિલામી કરવામાં આવી. કાળું નાણું પકડી પાડવા આંતરરાષ્ટ્રીય સહમતિનું સર્જન કરવા ખાસ તપાસ ટીમ- સીટની સ્થાપનાથી લઈને કડક કાળા નાણાં વિરોધી કાનૂન પસાર કરવા જેવાં નકકર પગલાં લેવામાં આવ્યાં. શાસનમાં શુદ્ધતાના સિધ્ધાંતને કશી જ બાંધછોડ વિના વળગેલા રહી મક્કમ નિર્ધાર અને કાર્યવાહી સાથે ભ્રષ્ટાચાર મુકત સરકાર સુનિશ્ચિત કરી. વ્યવસ્થામાં જડ નીતિનિયમો દૂર કરી દ્રઢ નિર્ધારની સાથે વ્યાવસાયિક અભિગમ અને સમાયોજનને પ્રોત્સાહન આપી કાર્યશૈલીમાં નોંધપાત્ર બદલાવ લાવવામાં આવ્યા. રાષ્ટ્ર વિકાસની જહેમતમાં રાજ્ય સરકારોને સમાન ભાગીદાર બનાવી ટીમ ઈન્ડિયાની ભાવનાનું ઘડતર કર્યું. સૌથી મહત્વનું અમે સરકારમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરી શક્યા છીએ.

અંત્યોદયના સિદ્ધાંત મુજબ ચાલીને અમારી સરકાર ગરીબો, સિમાંત અને પાછળ છોડી દેવાયેલાને સમર્પિત છે. ગરીબી સામે જંગમાં તેઓ અમારા સૈનિકો બને તે માટે તેમનું સશક્તિકરણ કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. આ માટે સંખ્યાબંધ ઉપાયો અને યોજનાઓનો પ્રારંભ કરી દેવાયો છે, તેમાં શાળા, શૌચાલયો બનાવવાથી લઈને ‘આઈઆઈટી’, ‘આઈઆઈએમ’ અને ‘એઈમ્સ’ની સ્થાપના, આપણા બાળકોને રસીકરણનું કવચ પુરું પાડવાથી લઈને લોકો દ્વારા સંચાલિત સ્વચ્છ ભારત અભિયાન શરૂઆત, આપણા શ્રમયોગીઓને લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત કરવાથી લઈને અદના નાગરિકોને સામાજિક સલામતિ પૂરી પાડવી, કુદરતી આફતનો ભોગ બનેલા આપણા ખેડૂતોને અપાતી રાહતમાં વધારાથી લઈને ડબલ્યુટીઓમાં તેમના હિતોનું રક્ષણ કરવું, દસ્તાવેજોની નકલોના જાતે જ પ્રમાણીકરણ દ્વારા સૌના સશક્તિકરણથી લઈને લોકોના બેન્ક ખાતામાં સીધી જ સબસીડી આપવી, બેન્કિંગ વ્યવસ્થા સૌને ઉપલબ્ધ કરાવવાથી લઈને ભંડોળ નહીં મેળવી શકતા નાણા ધંધા-વ્યવસાય માટે નાણાં ભંડોળ પુરું પાડવું, ખેતીમાં સિંચાઈ સુવિધા વધારવાથી લઈને મા ગંગાને ફરી ચેતનવંતી બનાવવી, ચોવીસેય કલાક વીજળી પૂરી પાડવાની દિશામાં પ્રગતિથી લઈને દેશને પાકા રસ્તા અને રેલવેથી જોડવો, ઘર વિહોણા માટે ઘરો બાંધવાથી લઈને સ્માર્ટ શહેરોનું સર્જન કરવું અને ઈશાન ભારતને જોડવાથી લઈને પૂર્વી ભારતના વિકાસને પ્રાથમિકતા આપવા સુધીનાં કામોનો સમાવેશ થાય છે.

મિત્રો, આ તો હજી શરૂઆત છે. અમારો ઉદ્દેશ્ય જીવનની ગુણવત્તામાં પરિવર્તન, આંતરમાળખામાં બદલાવ અને સેવાઓમાં સુધારનો છે. સાથે મળીને આપણે આપના તેમજ આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત ઘડીશું. આ માટે હું આપના આશીર્વાદ અને સતત ટેકો માગું છું.

સદાય આપની સેવામાં,
જયહિંદ.

નરેન્દ્ર મોદી

 
નરેન્દ્ર મોદી
PM's Message