સ્વૈચ્છિક રીતે રોકડા નાણાની મદદ કરવા માટે રાષ્ટ્રીય રક્ષા ભંડોળની રચના કરવામાં આવી હતી, જેથી રાષ્ટ્રીય સુરક્ષા માટેના પ્રયત્નોને વેગ મળી શકે. તે ફાળાનો સશસ્ત્ર દળો (અર્ધસૈનિક બળ સહિત)ના સભ્યો તથા તેમના આશ્રિતોના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ફાળાની દેખરેખ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કારોબારી સમિતિ તથા સુરક્ષા,નાણા અને ગૃહ મંત્રાલય રાખે છે. નાણા મંત્રી આ તમામ ફાળાના ખજાનચી છે તથા વડાપ્રધાન કાર્યાલયના સંયુક્ત સચિવ તમામ બાબતોની ચર્ચા કારોબારી સમિતિના સચિવ સાથે કરે છે. ફાળાનું ખાતું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંભાળે છે. આ ફાળો સંપૂર્ણ રીતે સામાન્ય લોકો ઉપર જ આધારિત છે તેને કોઇ અંદાજપત્રનો સહારો નથી. ફાળો ઓનલાઇન પણ સ્વીકાર્ય છે. ફંડ વેબસાઇટ: pmindia.nic.in, pmindia.gov.in અને www.onlinesbi.com, website of State Bank Of India, Account Number 11084239799 State Bank Of India, Institutional Division, 4th floor, parliament Street, New Delhi ખાતે પણ સ્વીકાર્ય છે.
ફાળા માટે કાયમી એકાઉન્ટ નંબર પણ ફાળવવામાં આવેલો છે. (PAN) AAAGN0009F.
રાષ્ટ્રીય રક્ષા ભંડોળનું છેલ્લા પાંચ વર્ષની આવક તથા જાવકનું સરવૈયું
વર્ષ | ખર્ચો | આવક | પુરાંત |
---|---|---|---|
31.03.2020 | 54.62 | 103.04 | 1249.96 |
31.03.2021 | 52.51 | 87.04 | 1284.49 |
31.03.2022 | 70.75 | 90.64 | 1304.38 |
31.03.2023 | 77.76 | 110.74 | 1337.36 |
31.03.2024 | 60.43 | 119.29 | 1396.22 |
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ અંતર્ગત આવરી લેવાયેલી યોજનાઓ
1. સશસ્ત્ર દળ તથા અર્ધસૈનિક દળોના મૃત સૈનિકોની વિધવાઓ તથા તેમના વાલીઓના ટેક્નિકલ તથા ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિની યોજના. આ યોજના ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ માટેના વિભાગ, સુરક્ષા મંત્રાલય દ્વારા અમલી કરવામાં આવી છે. શસસ્ત્ર દળોના આદર માટે ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણકારી વિભાગ તથા રક્ષામંત્રાલય દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી છે. અર્ધસૈનિક બળ તથા રેલવે સુરક્ષા દળના કર્મચારીઓની વાત કરીએ તો આ યોજના અનુક્રમે ગૃહ મંત્રાલય તથા રેલવે મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ અંતર્ગત અમલમાં મુકાતી ‘વડાપ્રધાનની છાત્રવૃત્તિ યોજના’ની મુખ્ય વિશેષતાઓ
અ. આ યોજના શસસ્ત્ર દળો(અર્ધસૈનિક દળ સહિત)ને લાગુ પડે છે. માસિક છાત્રવૃત્તિનો લાભ (અ) ભૂતપૂર્વ સૈનિકો (અધિકારી કક્ષાથી નીચે)ના આશ્રિતોને, (બ) તેમની વિધવાઓને (ક) કર્મચારીની વિધવા ફરજ દરમિયાન બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામે (ડ) અર્ધસૈનિક દળ તથા રેલવે સુરક્ષા દળના કર્મચારીઓની વિધવા તથા તેમના આશ્રિતોને મળે છે. છાત્રવૃત્તિ ટેક્નિકલ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ (મેડિકલ, ડેન્ટલ, વેટરીનરી, એન્જીનીયરિંગ, એમબીએ, એમસીએ તથા AICTE/UGC દ્વારા માન્ય સમકક્ષ ટેક્નિકલ અભ્યાસક્રમ) કરવા ઉપલબ્ધ છે. વિધવાઓના આશ્રિતો તથા કર્મચારીની વિધવા ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તથા ઉપરના (બ) અને (ક). તેમાં કક્ષાને કોઇ બંધન નથી. (અ) યોજનાનો લાભ અર્ધસૈનિક દળોના આશ્રિતોને પણ મળે છે. આ યોજના અંતર્ગત રક્ષા મંત્રાલયની દેખરેખ હેઠળના દળોના ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતો માટે દરેક વર્ષે 4000 નવી છાત્રવૃત્તિ લાગુ કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય હેઠળના દળોના કર્મચારીઓના આશ્રિતો માટે નવી 910 છાત્રવૃત્તિ અને રેલવે મંત્રાલયની દેખરેખ હેઠળના દળોના કર્મચારીઓના આશ્રિતો માટે 90 નવી છાત્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં છોકરાઓ માટે છાત્રવૃત્તિની રકમ 1250 રૂ. પ્રતિ મહિને તથા છોકરીઓ માટે 1500 રૂ. પ્રતિ મહિને રાખવામાં આવી હતી. વાર્ષિક છાત્રવૃત્તિમાં તે રકમ બદલીને છોકરાઓ માટે 2000 રૂ. પ્રતિ મહિને તથા છોકરીઓ માટે 2250 રૂ. પ્રતિ મહિને કરવામાં આવી છે.
2. એસપીજીના કર્મચારી તથા તેના પરિવારજનો માટે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય રક્ષા ભંડોળમાંથી વાર્ષિક 15 લાખ રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે.
3. સંરક્ષણ સેવાની ત્રણેય પાંખો (સેના, નૌકાદળ અને હવાઇદળ) તથા કોસ્ટ ગાર્ડનાં જવાનો માટે પુસ્તકો અને વાંચન સામગ્રી ખરીદવા સંરક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે. વર્તમાન સમયે કૂલ ગ્રાન્ટ રૂ.126.50 લાખ છે જે પૈકી સેના માટેની ગ્રાન્ટ રૂ. 55, હવાઇદળ માટે રૂ. 37 લાખ, નૌકાદળ માટે રૂ. 32 લાખ અને કોસ્ટ ગાર્ડ માટે રૂ. 2.50 લાખ છે. નાણાકીય વર્ષ 2017-18 માટેની તાજેતરની ગ્રાન્ટ રૂ.126.50 લાખ ફાળવી દેવામાં આવી છે.
(તા. 11.07.2024 સુધીની માહિતી અનુસાર)