Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (તબક્કો ચોથો) હેઠળ એનએફએસએના લાભાર્થીઓને વધુ પાંચ માસ માટે એટલે કે જુલાઇથી નવેમ્બર, 2021 સુધી વધારાના અનાજની વધુ ફાળવણીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (તબક્કો ચોથો) હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) (અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા પરિવારો) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ આવરી લેવાયેલા સહિતના આવરી લેવાયેલા  મહત્તમ 81.35 કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 5 કિલો પ્રતિ માસ, નિ:શુલ્ક વધારાના અનાજની વધુ પાંચ માસના સમયગાળા એટલે કે જુલાઈથી નવેમ્બર સુધી વધુ ફાળવણીને મંજૂરી આપી છે.

ટીપીડીએસ હેઠળ પાંચ માસ સુધી વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મહત્તમ 81.35 કરોડ લોકોને મફત ફાળવવાની વધારાની મંજૂરીથી અંદાજે રૂ. 64,031 કરોડની ખાદ્ય સબસિડી થશે. આ યોજના પાછળનો સમગ્ર ખર્ચ રાજ્યો/સંઘ પ્રદેશોના કોઇ પણ યોગદાન વિના કેન્દ્ર સરકાર વહન કરી રહી છે એટલે પરિવહન, હૅન્ડલિંગ અને એફપીએસ ડિલર્સ માર્જિન ઇત્યાદિ પ્રતિના ખર્ચાને પહોંચી વળવા માટે વધારાનો રૂ. 3,234.85 કરોડનો ખર્ચ કરવાની જરૂર પડશે. આ રીતે, ભારત સરકાર દ્વારા કુલ અંદાજિત રૂ. 67,266.44 કરોડનો ખર્ચ ઉઠાવવામાં આવશે.

ઘઉં/ચોખા સંદર્ભમાં ફાળવણી ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા નક્કી કરાશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ચોમાસુ, બરફવર્ષા ઇત્યાદિ જેવી પ્રતિકૂળ હવામાનની સ્થિતિ અને પુરવઠા સાંકળ અને કોવિડના કારણે લદાયેલા નિયંત્રણોને લીધે ઉદભવતી કાર્યવાહીની જરૂરિયાતો મુજબ પીએમજીકેએવાયના ત્રીજા અને ચોથા તબક્કા હેઠળ વિતરણ/ઉઠાવી લેવાનો ગાળો લંબાવવા અંગે પણ નિર્ણય લેશે.

અનાજ સંદર્ભમાં  કુલ અંદાજિત 204 એલએમટી જથ્થો બહાર જઈ શકે છે. કોરોના વાયરસના કારણે આર્થિક વિક્ષેપ પડવાના કારણે ગરીબોને જે હાડમારીનો સામનો કરવો પડે છે એ વધારાની ફાળવણી સુધારશે. આગામી પાંચ મહિનામાં વિક્ષેપને કારણે કોઇ ગરીબ પરિવારે અનાજની બિન-ઉપલબ્ધતાને કારણે વેઠવું પડશે નહીં.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com