Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી જગન્નાથ પહાડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી જગન્નાથ પહાડિયાજીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

 

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી જગન્નાથ પહાડિયાજીના નિધનથી દુઃખ થયું છે. તેમની લાંબી રાજકીય અને વહીવટી કારકીર્દિમાં, તેમણે વધુ સામાજિક સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ “

 

SD/GP