પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને જિલ્લાના ફિલ્ડ ઓફિસરો સાથે કોવિડ-19ની પરિસ્થિતિનો સામનો કરવા માટેના અનુભવો અંગે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી.
આ મંત્રણા દરમિયાન અધિકારીઓએ કોરોનાની આ મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટેની લડતમાં આગેવાની લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. અધિકારીઓએ તેમના અનુભવો પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા અને તાજેતરમાં કોરોનાના કેસ વધ્યા ત્યારે તેમણે તેને અંકુશમાં લેવા માટે કેવા નવીનતમ પગલા ભર્યા હતા તે અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં તબીબી માળખાની સવલતોમાં કરાયેલી વૃદ્ધિ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ અધિકારીઓને કોરોનાને નાથવા માટે સંશોધનાત્મક પગલા તથા એવા પ્રયાસો કરવાનું કહ્યું હતું કે જે ભવિષ્યમાં દેશના અન્ય જિલ્લાઓમાં અનુકરણીય બની શકે.
ચર્ચા બાદ અધિકારીઓને સંબોધ્યા બાદ પ્રધાનમંત્રીએ આ કપરા સમયમાં દેશના આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ તથા વહીવટીતંત્રએ દાખવેલી પ્રતિબદ્ધતા અને તેમના કાર્યમાં દાખવેલા ખંતની પણ પ્રશંસા કરી હતી અને આવા જ ઉત્સાહથી આગળ ધપીને તેમની કામગીરી જારી રાખવાની અપીલ કરી હતી. તેમણે જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું કે “ તમારા જિલ્લામાં આવેલા પડકારોને તમે સારી રીતે સમજી શકો છો. આમ જ્યારે તમારો જિલ્લો જીતશે ત્યારે દેશ જીતશે. જ્યારે તમારો જિલ્લો કોરોનાને હરાવશે ત્યારે દેશ કોરોનાને હરાવશે.”
કોરોનાગ્રસ્ત બન્યા હોવા છતાં જેમણે રજા લીધા વિના કામગીરી બજાવી છે તેવા અધિકારીઓને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ કર્મચારીઓ સંખ્યાબંધ લોકો માટે ઉદાહરણરૂપ છે અને તેઓ તેમણે આપેલા બલિદાનને સમજી શકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યુદ્ધમાં ફિલ્ડ કમાન્ડરની હોય છે તેવી જ કોરોના સામેની લડતમાં તમામ અધિકારીઓની મહત્વની ભૂમિકા હોય છે. તેમણે નોંધ્યુ હતું કે સ્થાનિક કન્ટેન્ટમેન્ટ ઝોન, આક્રમક રીતે ટેસ્ટિંગ અને પ્રજા સમક્ષ સાચી અને સંપૂર્ણ માહિતી જ આ વાયરસ સામેના શસ્રો છે.
હાલના તબક્કે કેટલાક રાજ્યોમાં કોરોનાના ચેપના કેસોની સંખ્યા ઘટી રહી છે તો સાથે સાથે કેટલાક રાજ્યમાં તેની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આથી તેમણે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડા માટે ચોકસાઈપૂર્વકના પગલા લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે પ્રત્યેક જીવન બચાવવા માટે લડત આપવાની છે તથા ગ્રામ્ય તથા દુર્ગમ વિસ્તારો પર ધ્યાન આપવાનું છે. તેમણે અધિકારીઓને વિનંતી કરી હતી કે ગ્રામ્ય વસતિને રાહતની સામગ્રી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરવા જોઇએ.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમના જિલ્લાના પ્રત્યેક નાગરિકનું જીવન સરળ બનાવવા માટે કાળજી લેવાની પણ સલાહ આપી હતી. તેમણે કોરોનાના ચેપને અટકાવવાની સાથે સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અવિરતપણે જારી રહે તેની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પીએમ કેર્સ ફંડ મારફતે દેશના તમામ જિલ્લાની હોસ્પિટલમાં ઝડપથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી હાથ ધરવાનો પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. આ પ્રકારના પ્લાન્ટ ઘણી હોસ્પિટલમાં તો શરૂ પણ થઈ ગયા છે.
પ્રધાનમંત્રીએ કોરોનાની અસર ઘટાડવામાં, હોસ્પિટલમાં ભરતી થવાની સંખ્યા ઘટાડવામાં તથા મૃત્યુદર ઘટાડવામાં વેક્સિનેટ થવું કેટલું અગત્યનું તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના માટેની વેક્સિનનો વિપલ જથ્થો પૂરો પાડીને તેની સંખ્યા વધારવા માટે સતત પ્રયાસો જારી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આરોગ્ય મંત્રાલય રસીકરણની સિસ્ટમ અને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી રહ્યું છે. રાજ્યને અગાઉથી જ આગામી 15 દિવસનો કાર્યક્રમ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. વેક્સિનનો બગાડ થતો અટકાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા અને વેક્સિનની ઉપલબ્ધતા અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવાશે ત્યારે નાગરિકોની સરળતામાં વધારો થશે. આ જ રીતે કાળાબજારે પણ નાથવું જોઇએ અને આમ કરનારા લોકો સામે કડક પગલા ભરાવા જોઇએ. ફ્રન્ટલાઇન કર્મચારીઓના ઉત્સાહને વધારવા માટે તેમને એકત્રિત કરવા જોઇએ.
પ્રધાનમંત્રીએ જે રીતે ગ્રામ્યજનો તેમના ખેતરમાં સામાજિક અંતર રાખે છે તેની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામવાસીઓ માહિતીને તરત જ ગ્રહણ કરી લે છે અને પોતાની જરૂરિયાત મૂજબ તેનો અમલ કરે છે. ગામડાઓની આ જ તો તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે કોરોના વાયરસ સામે શ્રેષ્ઠ કામગીરી અપનાવવી જોઇએ. તેમણે એમ કહીને તમામને સ્વતંત્રતા આપી હતી કે સંશોધનાત્મક પગલા લેવા માટે તમે મુક્ત છો. તમે નીતિમાં ફેરફાર સૂચવી શકો છો. કોવીડના કેસોની સંખ્યામાં ઘટાડો થાય તો પણ સાવચેત રહેવ માટે પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ગૃહ મંત્રી, સંરક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ, નીતિ આયોગના સદસ્ય (આરોગ્ય), આરોગ્ય સચિવ, ફાર્માસ્યુટિકલ સચિવ તથા પીએમઓ, મંત્રાલય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
SD/GP/JD
Interacting with District Officials on the COVID-19 situation. https://t.co/Yy4w15sZYB
— Narendra Modi (@narendramodi) May 18, 2021
हमारे देश में जितने जिले हैं, उतनी ही अलग-अलग चुनौतियाँ हैं।
— PMO India (@PMOIndia) May 18, 2021
एक तरह से हर जिले के अपने अलग challenges हैं।
आप अपने जिले के challenges को बहुत बेहतर तरीके से समझते हैं। इसलिए जब आपका जिला जीतता है, तो देश जीतता है।
जब आपका जिला कोरोना को हराता है, तो देश कोरोना को हराता है: PM
कोरोना के खिलाफ इस युद्ध में आप सब लोग एक बहुत महत्वपूर्ण भूमिका में है।
— PMO India (@PMOIndia) May 18, 2021
आप एक तरह से इस युद्ध के field commander हैं: PM @narendramodi
इस वायरस के खिलाफ हमारे हथियार क्या हैं?
— PMO India (@PMOIndia) May 18, 2021
हमारे हथियार हैं- Local containment zones, aggressive testing और लोगों तक सही और पूरी जानकारी: PM @narendramodi
इस समय, कई राज्यों में कोरोना संक्रमण के आंकड़े कम हो रहे हैं, कई राज्यों में बढ़ रहे हैं।
— PMO India (@PMOIndia) May 18, 2021
कम होते आंकड़ों के बीच हमें ज्यादा सतर्क रहने की ज़रूरत है।
बीते एक साल में करीब-करीब हर मीटिंग में मेरा यही आग्रह रहा है कि हमारी लड़ाई एक एक जीवन बचाने की है: PM @narendramodi
Testing, Tracking, Treatment और Covid appropriate behavior, इस पर लगातार बल देते रहना जरूरी है।
— PMO India (@PMOIndia) May 18, 2021
कोरोना की इस दूसरी वेव में, अभी ग्रामीण और दुर्गम क्षेत्रों में हमें बहुत ध्यान देना है" PM @narendramodi
कोविड के अलावा आपको अपने जिले के हर एक नागरिक की ‘Ease of Living’ का भी ध्यान रखना है।
— PMO India (@PMOIndia) May 18, 2021
हमें संक्रमण को भी रोकना है और दैनिक जीवन से जुड़ी ज़रूरी सप्लाई को भी बेरोकटोक चलाना है: PM @narendramodi
पीएम केयर्स के माध्यम से देश के हर जिले के अस्पतालों में ऑक्सीजन प्लांट्स लगाने पर तेज़ी से काम किया जा रहा है।
— PMO India (@PMOIndia) May 18, 2021
कई अस्पतालों में ये प्लांट काम करना शुरु भी कर चुके हैं: PM @narendramodi
टीकाकरण कोविड से लड़ाई का एक सशक्त माध्यम है, इसलिए इससे जुड़े हर भ्रम को हमें मिलकर करना है।
— PMO India (@PMOIndia) May 18, 2021
कोरोना के टीके की सप्लाई को बहुत बड़े स्तर पर बढ़ाने के निरंतर प्रयास किए जा रहे हैं।
वैक्सीनेशन को लेकर व्यवस्थाओं और प्रक्रियाओं को हेल्थ मिनिस्ट्री लगातार स्ट्रीमलाइन कर रही है: PM
Interacted with District Officials on ways to overcome COVID-19. They shared their experiences from districts. I spoke about various aspects including India's efforts towards capacity building and the need to boost 'Ease of Living' along with COVID-care. https://t.co/LhuRMjfWc2
— Narendra Modi (@narendramodi) May 18, 2021