પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્રાપ્ત કરવા માટે પીએમ કેર્સ ફંડમાંથી મંજૂરી આપી છે.
કોવીડ મેનેજમેન્ટમાં લિક્વીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ)ના પુરવઠાને વેગ આપવા માટે જરૂરી પગલાં ભરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઓક્સિજન કોન્સન્ટ્રેટર શક્ય તેટલી ઝડપે હાંસલ કરીને જે રાજ્યોમાં સૌથી વધારે કેસ હોય ત્યાં ઝડપથી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આદેશ આપ્યો હતો.
પીએમ કેર્સ ફંડમાંથી અગાઉ 713 પીએસએ પ્લાન્ટને મંજૂરી અપાયા બાદ હવે વધુ 500 પ્રેસર સ્વિગ એડસોર્પશન (પીએસએ) ઓક્સિજન પ્લાન્ટને પીએમ કેર્સ ફંડમાંથી મંજૂરી અપાઈ છે.
આ પીએસએ પ્લાન્ટ બીજી શ્રેણીના શહેરો તથા જિલ્લા વડામથકની હોસ્પિટલોમાં લિક્વીડ મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં વધારો કરશે. આ 500 પીએસએ પ્લાન્ટ ડીઆરડીઓ અને સીએસઆઇઆર દ્વારા વિકસાવાયેલી સ્વદેશી ટેકનોલોજી મારફતે ડોમેસ્ટિક ઉત્પાદકો માટે સ્થાપિત કરવામાં આવશે.
પીએસએ પ્લાન્ટની રચના અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પ્રાપ્તિથીજરૂરતમંદ પ્રાંતોમાં ઓક્સિજનના પુરવઠાને મદદરૂપ થશે. આમ થતાં પ્લાન્ટથી હોસ્પિટલ સુધીના પરિવહનના પડકારને પહોંચી વળવામાં પણ મદદ મળશે.
*********************
SD/GP/JD/PC
1 lakh portable oxygen concentrators will be procured, 500 more PSA oxygen plants sanctioned from PM-CARES. This will improve access to oxygen, specially in district HQs and Tier-2 cities. https://t.co/oURX74RYt1
— Narendra Modi (@narendramodi) April 28, 2021