Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મૌલાના વહિદુદ્દીન ખાનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના વહિદુદ્દીન ખાનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ ટ્વીટ કર્યુ, મૌલાના વહિદુદ્દીન ખાનના નિધનથી દુઃખી છું. તેઓને ધર્મશાસ્ત્ર અને આધ્યાત્મિકતાના મામલે તેમના વ્યાવહારિક જ્ઞાન માટે યાદ કરવામાં આવશે. તેઓ સામુદાયિક સેવા અને સામાજિક સશક્તીકરણ માટે પણ હરહંમેશ આતુર રહેતા હતા. તેમના પરિવાર અને અગણિત શુભચિંતકો પ્રત્યે સંવેદના. RIP.”

SD/GP/JD