પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને કંબોડિયા વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ (બીઆઈટી)ને મંજૂરી આપી છે.
સંધિ મુજબ બંને દેશોમાં પરસ્પર રોકાણનો પ્રવાહ વધારવાના હેતુથી બંને દેશ અન્ય દેશમાં રોકાણોને પ્રોત્સાહન આપવા તેમજ મદદ કરવા પ્રયાસો કરશે. સંધિને કારણે પ્રત્યેક દેશને અન્ય દેશના રોકાણકારો માટે અનુકૂળ માહોલ પોતાના દેશમાં સર્જવા માટે તેમજ પોતાના કાયદા અનુસાર રોકાણોને માન્ય કરવા પ્રોત્સાહન મળશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ડિસેમ્બર, 2015માં મંત્રીમંડળમાં મંજૂર કરેલા ઈન્ડિયન મોડેલ બીઆઈટીના મૂળ લખાણ અનુસાર થયેલી આ સૌપ્રથમ દ્વિપક્ષીય રોકાણ સંધિ છે.
TR/GP