પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ આર એન્ડ ડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (એનએટીઆરઆઈપી – નેટ્રિપ) માટે ખર્ચમાં સુધારેલા અંદાજ રૂ. 3727.30 કરોડ માટે મંજૂરી આપી છે. આ મંજૂરીને પગલે ભારત સરકાર દ્વારા દેશમાં વૈશ્વિક પરીક્ષણ કેન્દ્રો સ્થાપવા માટેની મહત્ત્વપૂર્ણ પહેલ – નેટ્રિપ હેઠળના પ્રોજેક્ટોની સફળતા સુનિશ્ચિત બની છે. આને કારણે ઓટોમોટિવ ઉદ્યોગની સંશોધન અને વિકાસની જરૂરિયાતો, સંપૂર્ણ સુવિધાયુક્ત પરીક્ષણ અને માન્યતા કેન્દ્રોની સવલતો ઉપલબ્ધ બનશે. આ સવલતોના સ્થળો ઉત્તરના ઓટો ક્લસ્ટરમાં હરિયાણામાં માનેસર ખાતે આઈસીએટી તેમજ દક્ષિણના ઓટો ક્લસ્ટર તામિલનાડુમાં ચેન્નાઈ ખાતે જીએઆરસી-ઓરાગાદામ રહેશે, જ્યારે પશ્ચિમના ઓટો ક્લસ્ટરમાં હાલનાં કેન્દ્રો – પૂણે ખાતે એઆરએઆઈ તેમજ અહેમદનગરમાં વીઆરડીઈનું અપગ્રેડેશન કરાશે.
નેટ્રિપ પ્રોજેક્ટ શા માટે આવશ્યક છે :
• ભારતે 1998ના ડબલ્યુપી-29 હેઠળ યુનાઈટેડ નેશન્સના રેગ્યુલેશન ઓન હાર્મોનાઈઝેશન ઑફ વ્હીકલ સ્પેસિફિકેશન્સ પર હસ્તાક્ષર કર્યા હોવાથી ભારતમાં મોટર વાહનોની ડિઝાઈન, મેન્યુફેક્ચર, પરીક્ષણ અને કામગીરીમાં માર્ગ સલામતી, પર્યાવરણીય રક્ષણ વગેરે સુનિશ્ચિત થાય તેવી શ્રેષ્ઠ વૈશ્વિક પદ્ધતિઓ અપનાવવા માટે
• ભારતીય ઓટોમોટિવ અને કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરર્સ માટે આગામી 10 વર્ષોમાં નિકાસો વધારીને એકંદર ઉત્પાદનના 35થી 40 ટકા જેટલી નોંધાવવાના લક્ષ્ય માટે વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મકતા હાંસલ કરવા માટે ઘડાયેલા ઓટોમોટિવ મિશન પ્લાન – 2016-26ને સહાયરૂપ બનવા
• વર્ષ 2015માં દેશમાં 1.46 લાખ દુર્ઘટનાઓ અને 5.01 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. દુર્ઘટનાઓ અને માર્ગ અકસ્માતોનું આટલું ઊંચું પ્રમાણ ઘટાડવા માટે યુએન બ્રાઝિલિયા રેઝોલ્યુશન સાથે સુસંગત હોય તે રીતે સલામતીના વૈશ્વિક ધોરણોનું ભારતીય વાહનોને અનુપાલન કરાવવા માટે
• ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) તેમજ વેચાણ પછીનાં પાર્ટસના ઉત્પાદકો હોય તેવા અતિ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને ઓટો-કોમ્પોનેન્ટ્સ વિકસાવવા તેમજ તેના સર્ટિફિકેશન માટે મદદરૂપ બનવા
આવશ્કયક ઘટકોમાં પાવરટ્રેઈન માટે વિશ્વ કક્ષાની પ્રયોગશાળાઓ, ક્રેશ ટેસ્ટ્સ સહિતના પેસિવ સેફ્ટી ટેસ્ટ્સ, ટેકનોલોજી ઉપલબ્ધ બનાવવા માટેના ટ્રેક્સ (ઈન્દોરમાં હાઈ સ્પીડ ટ્રેક સહિત), થકાવટ અને પ્રમાણપત્ર, ઈલેક્ટ્રો-મેગ્નેટિક કોમ્પેબિલિટી ટેસ્ટ્સ, નોઈઝ વાયબ્રેશન એન્ડ હાર્શનેસ ટેસ્ટ્સ, સીએડી એન્ડ સીએમઈ તેમજ ઈન્ફોટ્રોનિક્સ સામેલ છે. ઘણી બધી પ્રયોગશાળાઓમાં કામકાજ શરૂ થઈ ચૂક્યા છે. આ માળખાકીય સવલતોને કારણે વાહનો તેમજ કોમ્પોનેન્ટ્સના મેન્યુફેક્ચરર્સ દેશમાં જ વૈશ્વિક ધોરણો સુનિશ્ચિત કરતા ઓટોમોટિવ ઉત્પાદનો વિકસાવીને તેના પ્રમાણપત્રો મેળવી શકશે, જેના પગલે મેઇક ઈન ઈન્ડિયાનો હેતુ સાધી શકાશે.
(અ) સેવા મેળવનારા ગ્રાહકોની શ્રેણીઓઃ
ચાર પૈડાવાળા વાહનોના મેન્યુફેક્ચરર્સ / કોમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર્સ / ત્રણ પૈડાવાળા વાહનોના મેન્યુફેક્ચરર્સ / દ્વિચક્રી વાહનોના મેન્યુફેક્ચરર્સ / બાંધકામના સાધનોને લગતા વાહનોના મેન્યુફેક્ચરર્સ / કૃષિના સાધનો (ટ્રેક્ટર્સ)ને લગતા વાહનોના મેન્યુફેક્ચરર્સ / ઈ-રિક્શા મેન્યુફેક્ચરર્સ / બસ બોડી મેન્યુફેક્ચરર્સ / સીએનજી – એલપીજી કિટ રેટ્રોફિટર્સ / ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ એન્જિન મેન્યુફેક્ચરર્સ / ડીજી સેટ મેન્યુફેક્ચરર્સ / ઓટોમોટિવ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરર્સ.
(બ) ઓફર કરાતી સેવાઓ:
i. એચઈવી / ઈવી / ડિઝલ / ગેસોલીન / સીએનજી / એલપીજી વગેરે શ્રેણીના વાહનોને સીએમવીઆર – 1989 હેઠળ પ્રમાણિત કરવામાં આવે છે.
ii. સીએમવીઆર – 1989 તેમજ સંબંધિત આઈએસ / ઓઆઈએસ મુજબ નિર્દિષ્ટ કોમ્પોનેન્ટ્સનું પ્રમાણીકરણ.
iii. ભારતીય મેન્યુફેક્ચરર્સને અન્ય અધિકૃત એજન્સીઓ સાથેના સહયોગમાં યુરોપ / દક્ષિણ આફ્રિકા / મલેશિયા / ઈન્ડોનેશિયા / બ્રાઝિલ વગેરે માટે વાહનો અને કોમ્પોનેન્ટ્સનું નિકાસ પ્રમાણીકરણ
iv. ઓટોમોટિવ ઉદ્યોગના ઓરિજિનલ ઈક્વપમેન્ટ મેન્યુફેક્ચરર્સ અને કોમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ, બંનેને તેમના ઉત્પાદનોના વિકાસને લગતી જરૂરિયાતો માટે વિકાસલક્ષી પરીક્ષણ.
v. ઓટોમોટિવ ઉદ્યોગ માટે કોઈ ચોક્કસ ઉત્પાદનના વિકાસ પ્રોજેક્ટોનું અમલીકરણ.
vi. વાહન / વાહનોની શ્રેણીના વિકાસલક્ષી પરીક્ષણ, કાર્યક્ષમતાનું મૂલ્યાંકન અને ટકાઉપણાને લગતા પરીક્ષણ
vii. ટેકનોલોજી વિકાસ અને સંશોધન અને વિકાસના પ્રોજેક્ટો
viii. નવા નિયમનો ઘડવા માટે આધાર-સામગ્રી એકઠી કરવી.
TR/GP