Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યૂકેના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે (26-7-2016)ના રોજ યુકેના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે ફોન પર વાતચીત કરી. પ્રધાનમંત્રીએ તેમને નવા પદભાર સંભાળવા પર શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ ગત વર્ષ નવેમ્બરમાં યૂકેની પોતાની યાદગાર યાત્રાનું સ્મરણ કર્યું અને બંને દેશોની વચ્ચે રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી. પ્રધાનમંત્રીએ વિભિન્ન વૈશ્વિક મંચો પર ભારત માટે યૂકેના સમર્થનની પણ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી મેએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તેમણે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વિકસિત કરવા તથા વર્તમાન વિભિન્ન વૈશ્વિક પડકારો સાથે લડવા માટે સહયોગ વધારવા પ્રધાનમંત્રી સાથે ભવિષ્યમાં ખભેથી ખભો મિલાવીને ચાલવાની આશા વ્યક્ત કરી.

AP/TR/GP