Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરેલું સંબોધન

રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરેલું સંબોધન


તમને સહુને મારી ખૂબ જ શુભકામનાઓ. રમત સામાન્ય વ્યક્તિના જીવનનો ભાગ હોવી જોઇએ અને જો રમતને આપણે જિંદગીનો ભાગ ન બનાવીએ તો જીવન એક પ્રકારથી વિકસીત થતું નથી. અમુક લોકોના દિમાગમાં એવું ભરાઇ પડ્યું છે કે શારીરિક આરોગ્ય માટે રમત જરૂરી છે. આ ખૂબ જ સિમિત વિચાર છે. વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ માટે, સમગ્ર વિકાસ માટે રમત જીવનનો ભાગ હોવો જરૂરી છે. રમતથી જ સમાજ-જીવન પણ વિકસીત થાય છે, રાષ્ટ્ર-જીવન પણ વિકસીત થાય છે.

ભારત જેવો દેશ કે જ્યાં લગભગ લગભગ 100 ભાષાઓ, 1700 બોલીઓ હોય, અલગ અલગ પહેરવેશ હોય, અલગ અલગ ખાનપાન હોય. આપણા દેશમાં તો એક બાજુએથી બીજી બાજુ સુધી જિલ્લા કક્ષાની ટીમો જો રમતી રહે, 12 મહિના રમતી રહે તો રમત જ નહીં રાષ્ટ્રીય એકતાનો આ સૌથી મોટો આધાર બની શકે છે. અને એટલા માટે ભારતમાં રમત તો વ્યક્તિત્વના વિકાસની સાથે, સમાજની અંદર એક જોડાણ માટે, કારણ કે જો સ્પોર્ટ્સ હોય તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે છે અને જ્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે છે તો એક પ્રકારથી પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં આ જોડાણનું કાર્ય કરે છે, મુક્તપણું લાવે છે. બીજાને સ્વીકારવાનું સામર્થ્ય આપે છે.

રમતમાં જીતવાનો જેટલો આનંદ હોય છે, તેનાથી વધારે પરાજય પચાવવાની એક મોટી તાકાત રમતમાંથી મળે છે. જે વ્યક્તિ જિંદગીમાં રમતો રહે છે. ક્યારેક નીચે આવી જાય છે પછી ફરીથી ઊભો થાય છે, તે ક્યારેય જિંદગીના અન્ય અવસરો પર હાર માનતો નથી. રમત એક જીવનની અંદર એવા ગુણોનો વિકાસ કરે છે, જીવનભર ઝઝૂમવા માટેનું સામર્થ્ય આપે છે, ખેલાડી ક્યારેય હાર માનતો નથી. જે ખેલાડી ફક્ત શારીરિક રમત રમે છે, તેની હું વાત કરતો નથી. જે શરીર અને મનથી રમત સાથે જોડાયેલો હોય છે, તે એને મેળવી શકે છે અને એટલા માટે સ્પોર્ટ્સને પોતાના જીવનમાં, રાષ્ટ્રના જીવનમાં મહત્વ આપવું જોઇએ.

તમે બધા આજે ફૂટબોલ રમવાની શરૂઆત કરી રહ્યા છો, મેચ કરી રહ્યા છો અને હું રિલાયન્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનને અભિનંદન આપું છું કે તેમણે દેશની યુવા પેઢીની સાથે જોડાઇને રમતને મહત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રતિભા શોધવી, એ સૌથી મોટું કામ હોય છે અને જ્યાં સુધી વ્યાપક સ્તર પર આપણા બાળ મિત્રોને રમવાની તક મળતી નથી. પ્રતિભાની ખબર જ પડતી નથી અને આજે સ્પોર્ટ્સની સાથે, ગ્લેમર પણ આવ્યું છે અને તેના કારણે ક્યારેક ક્યારેક પરિવારના લોકો પણ બાળકોને ખેલાડી તો બનાવવા માગે છે પરંતુ સવારે 4 વાગ્યે મહેનત કરવાની વાત આવે ત્યારે થોડા પાછળ રહી જાય છે. તો પહેલા તેમાં ગ્લેમર આવે, ભલે જ તેમાં સેલિબ્રેટી બનવાનું સ્ટેટસ બની જાય પરંતુ રમત કઠોર પરિશ્રમ વગર આગળ વધી નથી શકતી.

મને વિશ્વાસ છે કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સતત સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે જમીની સ્તર પર અનેક જુદી જુદી સ્પર્ધાઓ ચાલતી રહેશે અને સ્પર્ધાઓમાંથી પ્રતિભા નીકળશે અને જેટલી સ્પર્ધાથી પ્રતિભા નીકળશે, એટલો વધારે લાભ થશે. મારી રિલાયન્સ ફાઉન્ડેશનને , નીતા બહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને તમને સહુ વિદ્યાર્થીઓને, તમને બાળમિત્રોને, સ્પોર્ટ્સના જીવનમાં પરાજયને હંમેશા અવસર માનવો, પરાજયથી ક્યારેય પરેશાન ન થવું. પરાજય શીખવે છે, ઘણું બધું શીખવે છે અને જે રમતો નથી તે ન જીતે છે કે ન પરાજિત થાય છે. જીતે તે જ છે, પરાજિત પણ તે જ થાય છે જે રમે છે અને ખીલે પણ એ જ છે જે રમે છે.

જે રમે, તે ખીલે. જો તમે રમતા જ નથી તો ખીલશો પણ નહીં. અને એટલા માટે વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, પોતાને ખિલતા જોવા છે. જેમ કે કમળનું ફૂલ ખીલે છે, જેમ એક છોડ ખીલે છે. તેવી જ રીતે જીવન પણ ખીલે છે અને રમત ખીલવા માટે એક ખૂબ જ મોટું ઔષધ છે, સૌથી મોટી તક છે. સૌથી મોટી ચેલેન્જ પણ છે અને એટલા માટે હું આજે તમામ સહુ બાળમિત્રોના માધ્યમથી રમત જગત સાથે જોડાયેલા લોકોને શુભકામના પાઠવું છું. સ્પોર્ટ્સ શબ્દ, તે એક શબ્દથી આપણે રમતની દુનિયાની દિશા શું હોય, રમત જગતની દ્રષ્ટિ શું હોય તેને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જ્યારે આપણે સ્પોર્ટ્સ કરીએ છીએ : S એટલે સ્કીલ, P એટલે પ્રીઝર્વન્સ , O ઓપ્ટિમિઝમ, R એટલે રેસિલીયન્સ, T એટલે ટેનાસિટી, S એટલે સ્ટેમિના, આ તમામ બાબતોને લઇને આપણે પોતાની રચના કરીશું તો આપણને ખૂબ જ સફળતા મળશે અને આજે આ અવસર પર હું તમને સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમને સહુને શુભેચ્છાઓ.

TR