મલેશિયાના ઉપ પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રી દાતો’સેરી ડૉ. અહમદ જાહિદ બિન હમીદીએ આજે (19-7-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ ગત વર્ષના એશિયન તથા અન્ય સંબંધિત શિખર સંમેલનો માટે મલેશિયાની સફળ યાત્રા તથા પોતાની દ્વિપક્ષીય યાત્રાને યાદ કરી.
ડૉ. અહમદ જાહિદ બિન હમીદીએ પ્રધાનમંત્રીને આતંકવાદ વિરોધી, સાઈબર સુરક્ષા તેમજ દેશ પારના અપરાધો વગેરે ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની બાબતમાં અવગત કરાવ્યા.
પ્રધાનમંત્રીએ નજીકના ભવિષ્યમાં મલેશિયાના પ્રધાનમંત્રીને ભારત યાત્રાનું આમંત્રણ આપ્યું.
AP/J.KHUNT/TR/GP
Dato' Seri Dr. Ahmad Zahid Bin Hamidi, Deputy PM of Malaysia met PM @narendramodi. pic.twitter.com/XOiyMGR7v3
— PMO India (@PMOIndia) July 19, 2016