Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને સ્વિસ કોન્ફેડરેશન વચ્ચે કૌશલ્ય વિકાસ એંગે થયેલા સમજૂતિના કરારને કેબિનેટની મંજૂરી


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને સ્વિસ કોન્ફેડરેશન ફોર કો-ઓપરેશન ઈન સ્કિલ ડેવલપમેન્ટના શિક્ષણ, સંશોધન અને ઈનોવેશન અંગેના સચિવાલય સાથે થયેલા સમજૂતિના કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપી છે. આ સમજૂતિના કરાર ઉપર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો)ની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ દ્વારા સ્વિત્ઝર્લેન્ડની તા. 20 થી 22 જૂન દરમિયાન લેવામાં આવેલી મુલાકાત વેળાએ તા. 22-6-2016ના રોજ હસ્તાક્ષર કરાયા હતા.

આ સમજૂતિના કરારમાં મહદઅંશે કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ક્ષમતા નિર્માણ અને ઉત્તમ પ્રણાલીઓના આદાન-પ્રદાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ સમજૂતિના કરાર સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે, જે દ્વારા આ સમજૂતિના કરારના માળખાના અમલ કરવા અંગે, તેની દેખરેખ માટે તથા સમિક્ષા કરાશે. આ સમજૂતિના કરાર દ્વારા બંને દેશો વચ્ચે કૌશલ્ય વિકાસ અંગે દ્વિપક્ષી સહયોગનું માળખું ઊભું કરાશે અને આ સહયોગને ઔપચારિક સ્વરૂપ આપીને સહયોગને સઘન બનાવાશે.

TR