Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તેમને નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તેમને નમન કર્યું.

શ્રેણીબદ્ધ ટિ્‌વટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ પર્વના પાવન અવસર નિમિત્તે પ્રણામ કરું છું. તેમનું જીવન એક ન્યાયીય અને સમાવિષ્ટ સમાજની રચના માટે સમર્પિત હતું. જ્યારે સિદ્ધાંતોનું પાલન કરવાનું આવે ત્યારે તેઓ અટલ હતા. આપણે તેમની હિંમત અને બલિદાનને પણ યાદ કરીએ છીએ.

ગુરુ સાહિબની મારા પર વિશેષ કૃપા રહી છે કે અમારી સરકારના કાર્યકાળ દરમિયાન શ્રી ગુરુ ગોવિંદસિંહ જીનો 350મો પ્રકાશ પર્વ થયો હતો. મને પટનામાં ભવ્ય ઉજવણીઓ યાદ આવે છે, જ્યાં મને જવાની અને સત્કાર કરવાની તક પણ મળી હતી.”

 

 

SD/GP/BT