પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સમયનું વહેણ વિતી જવા છતાં, આજે પણ સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વની અસર અને પ્રભાવ આપણા રાષ્ટ્રીય જીવનમાં અકબંધ છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર નિર્માણનો તેમનો દૃષ્ટિકોણ અને લોકોની તેમજ દુનિયાની સેવા કરવા સંબંધિત તેમનો ઉપદેશ આજે પણ આપણને પ્રેરણા આપતો રહે છે. પ્રધાનમંત્રીએ વ્યક્તિગતથી સંસ્થાગતમાં રૂપાંતરણ બાબતે સ્વામીજીના યોગદાન અંગે પણ વાત કરી હતી. વ્યક્તિગત લોકો સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા અને સંસ્થાઓનું સર્જન કર્યું અને તેઓ નવા સંસ્થા નિર્માતાઓમાં પરિવર્તિત થયા. આનાથી વ્યક્તિગત વિકાસથી સંસ્થાગત નિર્માણ અને તેનાથી વ્યસ્ત બંને પ્રકારના સદાચારી ચક્રનો પ્રારંભ થયો. વ્યક્તિગત ઉદ્યમશીલતા અને મોટી કંપનીઓ વચ્ચેના જોડાણને પ્રધાનમંત્રીએ જે સ્પષ્ટ રીતે બતાવ્યું તે ભારતની ઘણી મોટી તાકાત છે. તેમણે તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવેલા લવચિક અને નવીનતાપૂર્ણ પ્રારૂપનો લાભ લેવાનું પણ યુવાનોને કહ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે દેશમાં એવી ઇકોસિસ્ટમનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તેના અભાવના કારણે મોટાભાગે યુવાનો વિદેશમાં સ્થળાંતરિત થવાનો વિચાર કરે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદને આત્મવિશ્વાસુ, નિખાલસ, નીડર અને હિંમતવાન યુવાનના રૂપમાં રાષ્ટ્રના આધાર તરીકે ઓળખવામાં આવે છે. શ્રી મોદીએ યુવાનો માટે સ્વામી વિવેકાનંદના મંત્રો પણ રજૂ કર્યા હતા. શારીરિક તંદુરસ્તી માટે ‘લોખંડી સ્નાયુઓ અને પોલાદી ચેતાઓ’; વ્યક્તિત્વ વિકાસ માટે ‘પોતાની જાત પર ભરોસો’; નેતૃત્વ અને ટીમવર્ક માટે સ્વામીજીએ ‘દરેકમાં વિશ્વાસ’નો મંત્ર આપ્યો છે.
પ્રધાનમંત્રીએ યુવાનોને નિઃસ્વાર્થભાવે અને સર્જનાત્મક રીતે રાજનીતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે, આજે પ્રામાણિક લોકોને સેવા કરવાની તેમજ રાજનીતિમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરવા માટેની મોકલાશ હોવાની જુની માન્યતાઓમાં પરિવર્તન લાવવાની તક મળી રહી છે. આજે, પ્રામાણિકતા અને કામગીરી વર્તમાન સમયની જરૂરિયાત બની ગયા છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ વંશવાદની રાજનીતિ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ લોકો પર ભારણ બની ગયો છે જેમનો વારસો જ ભ્રષ્ટાચાર હતો. તેમણે યુવાનોને વંશવાદની પ્રણાલીને મૂળમાંથી કાઢી નાખવાનું યુવાનોને આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વંશવાદની રાજનીતિ લોકશાહી માળખામાં અક્ષમતા અને આપખુદશાહીનો ઉદય કરે છે કારણ કે આવી પ્રણાલીમાં લોકો પરિવારની રાજનીતિ બચાવવા અને રાજનીતિમાં પરિવારને બચાવવા માટે કામ કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આજના સમયમાં, અટકના જોરે ચૂંટણીઓ જીતવાના દિવસો જતા રહ્યાં છે છતાંય વંશવાદની રાજનીતિની આ પીડા દૂર થઇ નથી… રાજકીય વંશવાદ રાષ્ટ્રને આગળ વધારવાના બદલે પોતાની જાતને અને પરિવારને આગળ વધારે છે. ભારતમાં સામાજિક ભ્રષ્ટાચાર પાછળનું આ ઘણું મોટું જવાબદાર કારણ છે.”
ભૂજમાં આવેલા ભૂકંપ પછી હાથ ધરવામાં આવેલી પુનર્નિર્માણની કામગીરીનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ યુવાનોને જણાવ્યું હતું કે, આફતની સ્થિતિમાં જે સમાજ પોતાનો માર્ગ પોતાની જાતે જ તૈયાર કરવાનું શીખે છે તેઓ પોતાનું ભાગ્ય પણ જાતે જ લખે છે. આથી, તમામ 130 કરોડ ભારતીયો આજે તેમનું ભાગ્ય જાતે લખી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુવાનોના પ્રત્યેક પ્રયાસો, આવિષ્કાર, પ્રામાણિક સંકલ્પો આપણા મજબૂત ભવિષ્યનો પાયો નાંખી રહ્યાં છે.
SD/GP/BT
Addressing the National Youth Parliament Festival. https://t.co/OtaqUrBnZS
— Narendra Modi (@narendramodi) January 12, 2021
समय गुजरता गया, देश आजाद हो गया, लेकिन हम आज भी देखते हैं, स्वामी जी का प्रभाव अब भी उतना ही है।
— PMO India (@PMOIndia) January 12, 2021
अध्यात्म को लेकर उन्होंने जो कहा, राष्ट्रवाद-राष्ट्रनिर्माण को लेकर उन्होंने जो कहा, जनसेवा-जगसेवा को लेकर उनके विचार आज हमारे मन-मंदिर में उतनी ही तीव्रता से प्रवाहित होते हैं: PM
स्वामी विवेकानंद ने एक और अनमोल उपहार दिया है।
— PMO India (@PMOIndia) January 12, 2021
ये उपहार है, व्यक्तियों के निर्माण का, संस्थाओं के निर्माण का।
इसकी चर्चा बहुत कम ही हो पाती है: PM
लोग स्वामी जी के प्रभाव में आते हैं, संस्थानों का निर्माण करते हैं, फिर उन संस्थानों से ऐसे लोग निकलते हैं जो स्वामी जी के दिखाए मार्ग पर चलते हुए नए लोगों को जोड़ते चलते हैं।
— PMO India (@PMOIndia) January 12, 2021
Individual से Institutions और Institutions से Individual का ये चक्र भारत की बहुत बड़ी ताकत है: PM
ये स्वामी जी ही थे, जिन्होंने उस दौर में कहा था कि निडर, बेबाक, साफ दिल वाले, साहसी और आकांक्षी युवा ही वो नींव है जिस पर राष्ट्र के भविष्य का निर्माण होता है।
— PMO India (@PMOIndia) January 12, 2021
वो युवाओं पर, युवा शक्ति पर इतना विश्वास करते थे: PM
पहले देश में ये धारणा बन गई थी कि अगर कोई युवक राजनीति की तरफ रुख करता था तो घर वाले कहते थे कि बच्चा बिगड़ रहा है।
— PMO India (@PMOIndia) January 12, 2021
क्योंकि राजनीति का मतलब ही बन गया था- झगड़ा, फसाद, लूट-खसोट, भ्रष्टाचार!
लोग कहते थे कि सब कुछ बदल सकता है लेकिन सियासत नहीं बदल सकती: PM
लेकिन आज राजनीति में ईमानदार लोगों को भी मौका मिल रहा है।
— PMO India (@PMOIndia) January 12, 2021
Honesty और Performance आज की राजनीति की पहली अनिवार्य शर्त होती जा रही है।
भ्रष्टाचार जिनकी legacy थी, उनका भ्रष्टाचार ही आज उन पर बोझ बन गया है।
वो लाख कोशिशों के बाद भी इससे उभर नहीं पा रहे हैं: PM
कुछ बदलाव बाकी हैं, और ये बदलाव देश के युवाओं को ही करने हैं।
— PMO India (@PMOIndia) January 12, 2021
राजनीतिक वंशवाद, देश के सामने ऐसी ही चुनौती है जिसे जड़ से उखाड़ना है।
अब केवल सरनेम के सहारे चुनाव जीतने वालों के दिन लदने लगे हैं।
लेकिन राजनीति में वंशवाद का ये रोग पूरी तरह समाप्त नहीं हुआ है: PM
अभी भी ऐसे लोग हैं, जिनका विचार, जिनका आचार, जिनका लक्ष्य, सबकुछ अपने परिवार की राजनीति और राजनीति में अपने परिवार को बचाने का है।
— PMO India (@PMOIndia) January 12, 2021
ये राजनीतिक वंशवाद लोकतंत्र में तानाशाही के साथ ही अक्षमता को भी बढ़ावा देता है: PM
राजनीतिक वंशवाद, Nation First के बजाय सिर्फ मैं और मेरा परिवार, इसी भावना को मज़बूत करता है।
— PMO India (@PMOIndia) January 12, 2021
ये भारत में राजनीतिक और सामाजिक करप्शन का भी एक बहुत बड़ा कारण है: PM
नेशनल यूथ पार्लियामेंट फेस्टिवल, 2021 की प्रथम पुरस्कार विजेता उत्तर प्रदेश की मुदिता मिश्रा ने वोकल फॉर लोकल पर अपनी स्पीच में प्रभावशाली तरीके से बताया कि 'भारत अब जाग उठा है'... pic.twitter.com/b1rnpDPIcM
— Narendra Modi (@narendramodi) January 12, 2021
I was delighted to hear Ayati Mishra, who hails from Maharashtra, talk about the need to make India self-reliant and boost prosperity among our citizens. pic.twitter.com/tENcHFRkbm
— Narendra Modi (@narendramodi) January 12, 2021
I admire Avinam's lively and passionate speech. He hails from Sikkim and spoke at length about India’s development. Do listen. pic.twitter.com/bsta9SRpHU
— Narendra Modi (@narendramodi) January 12, 2021