Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુદ્વારા રકાબગંજની મુલાકાત લીધી, ગુરુ તેગ બહાદુર જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ ગુરુદ્વારા રકાબગંજની મુલાકાત લીધી, ગુરુ તેગ બહાદુર જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગુરુદ્વાર રકાબગંજની મુલાકાત લીધી હતી અને ગુરુ તેગ બહાદુરને તેમના સર્વોચ્ચ બલિદાન બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વારા રકાબગંજ સાહેબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરુ તેગ બહાદુર જીની પવિત્ર દેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મને ખૂબ જ ધન્યતા અનુભવાઈ છે. વિશ્વભરના લાખો લોકોની જેમ હું પણ શ્રી ગુરુ તેગ બહાદુર જીની દયાથી પ્રેરણારૂપ છું.

ગુરુ સાહિબની વિશેષ કૃપા છે કે અમે અમારી સરકારના કાર્યકાળ દરમિયાન શ્રી ગુરુ તેગ બહાદુર જીનો 400મા પ્રકાશ પર્વનો વિશેષ પ્રસંગ ઉજવીશું.

ચાલો આપણે આ ધન્ય પ્રસંગને ઐતિહાસિક રીતે ચિહ્નિત કરીએ અને શ્રી ગુરુ તેગ બહાદુર જીના આદર્શોની ઉજવણી કરીએ.”

 

SD/GP/BT