Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગુયેન ઝુઆન ફુક વચ્ચે વર્ચ્યુઅલ સમિટ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બર, 2020ના રોજ વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગુયેન ઝુઆન ફુક સાથે વર્ચ્યુઅલ સમિટમાં સહભાગી થશે.

સમિટ દરમિયાન બંને નેતા વ્યાપક દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે અને ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના ભાવિ વિકાસ માટે માર્ગદર્શન આપશે.

2020માં બંને દેશએ ઉચ્ચ-સ્તરના વિનિમય જાળવવાનું ચાલુ રાખ્યું. વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી ડાંગ થી નગોક થિન્હે ફેબ્રુઆરી 2020માં ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. બંને પ્રધાનમંત્રીએ 13 એપ્રિલ, 2020ના રોજ કોવિડ –19 રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ટેલિફોનિક સંવાદ કર્યો હતો. બંને વિદેશમંત્રીની અધ્યક્ષતામાં સંયુક્ત પંચની બેઠકની (વર્ચ્યુઅલ) 17 મી આવૃત્તિ 25 મી ઓગસ્ટ 2020માં યોજાઇ હતી. રક્ષા મંત્રીએ 27 નવેમ્બર 2020 ના રોજ તેમના સમકક્ષ સાથે ઓનલાઇન બેઠક યોજી હતી.

 

SD/GP/BT