મહોદયા, પ્રધાનમંત્રી શેખ હસીનાજી, નમસ્કાર!
बिजोय दिबशेर औनेक औनेक ओभीनोंदन आर पोश पार्बोनेर शुबेच्छा !
આજે આખું વિશ્વ વર્ચુઅલ સમિટ કરી રહ્યું છે. પરંતુ આ માધ્યમ તમારા અને મારા માટે નવું નથી. આપણે ઘણા વર્ષોથી વિડિયો દ્વારા વાતચીત કરી રહ્યા છીએ.
ઘણી વખત આપણે વિડિયો દ્વારા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ઉદ્ઘાટન પણ કર્યું છે.
મહાનુભાવ,
વિજય દિવસ પછી તરત જ આજની આપણી મુલાકાત વધુ વિશેષ મહત્વ ધરાવે છે.
મુક્તિ વિરોધી દળો પર વિજય દિવસ તરીકે બાંગ્લાદેશની ઐતિહાસિક જીતને તમારી સાથે ઉજવવી અમારા માટે ગર્વની વાત છે.
આજે જ્યારે બાંગ્લાદેશ આઝાદીના ઓગણપચાસમાં વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે હું બંને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું છે.
વિજય દિવસ નિમિત્તે ગઈ કાલે મેં ભારતના રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રજ્વલિત કરી.
આ ચાર ‘વિજય મશાલ‘ આખા ભારતમાં પ્રવાસ કરશે, આપણા શહીદોના ગામડે-ગામડે ભ્રમણ કરશે.
16 ડિસેમ્બરથી આપણે ‘સ્વર્ણિમ વિજય વર્ષ‘ ઉજવી રહ્યા છીએ, જેમાં સમગ્ર ભારતમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવશે.
મહાનુભાવ,
‘મુજીબ બર્ષો’ નિમિત્તે બધા ભારતીય વતી હું તમને અભિનંદન આપું છું.
આવતા વર્ષે બાંગ્લાદેશની મુલાકાત લેવા આમંત્રણ આપવા બદલ આભાર. તમારી સાથે બંગબંધુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી મારા માટે ગર્વની વાત બની રહેશે.
મહાનુભાવ,
બાંગ્લાદેશ અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિનો મુખ્ય આધારસ્તંભ છે. બાંગ્લાદેશ સાથેના સંબંધોને વધુ મજબૂત અને ઘનિષ્ઠ બનાવવાની મારી પ્રથમ દિવસથી જ વિશેષ પ્રાથમિકતા રહી છે.
તે સાચું છે કે વૈશ્વિક રોગચાળાને લીધે આ વર્ષ પડકારજનક રહ્યું છે.
પરંતુ આ સંતોષની વાત છે કે આ મુશ્કેલ સમયમાં ભારત અને બાંગ્લાદેશનો સારો સહયોગ રહ્યો.
પછી ભલે તે દવાઓ અથવા તબીબી ઉપકરણોમાં હોય, અથવા આરોગ્ય વ્યવસાયિકો સાથે કામ કરવાનું હોય. આપણી વચ્ચે રસી ક્ષેત્રે પણ સારો સહયોગ જળવાઈ રહ્યો છે. અમે આ સંદર્ભે તમારી જરૂરિયાતોનું વિશેષ ધ્યાન પણ રાખીશું.
SAARC માળખા હેઠળ બાંગ્લાદેશના યોગદાન બદલ હું તમારો આભાર માનું છું.
આરોગ્ય સિવાય આ વર્ષે આપણી વિશેષ ભાગીદારી નિશ્ચિતરૂપે અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહી છે.
અમે જમીન સરહદના વેપારમાં અવરોધો ઘટાડ્યા. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે તથા નવા સાધનોને ઉમેર્યા છે.
આ બધી બાબતો આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવાના આપણા ઇરાદાને પ્રતિબિંબિત કરે છે.
મહાનુભાવ,
“મુજીબ ચિરંતર” – બંગબંધુનો સંદેશ શાશ્વત છે. અને આ ભાવનાથી જ આપણે તેમના વારસોનું સન્માન કરીએ છીએ.
તમારા ઉત્તમ નેતૃત્વમાં બંગબંધુનો વારસો સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ઉપરાંત, આપણા દ્વિપક્ષીય સંબંધો પ્રત્યેની તમારી વ્યક્તિગત પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે.
મારા માટે ગૌરવની વાત છે કે આજે તમારી સાથે બંગબંધુના સન્માનમાં ટપાલ ટિકિટનું વિમોચન અને બાપુ અને બંગબંધુ ઉપર ડિજિટલ પ્રદર્શનીનું ઉદઘાટન કરવાની તક મળી રહી છે. હું આશા રાખું છું કે બાપુ અને બંગબંધુનું પ્રદર્શન આપણા યુવાનોને પ્રેરણા આપશે, આમાં વિશેષ વિભાગ કસ્તુરબા ગાંધીજી અને પૂજ્ય બંગમાતાજીને પણ સમર્પિત કરવામાં આવ્યા છે.
મહાનુભાવ,
હવે હું તમારા પ્રારંભિક નિવેદનને આમંત્રિત કરવા માંગુ છું.
SD/GP/BT
Addressing the India-Bangladesh virtual summit with PM Sheikh Hasina. https://t.co/ewHLRWvVLZ
— Narendra Modi (@narendramodi) December 17, 2020