પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે પૂર્વીય રેલવેની દાનકુણી સ્થિત ડિઝલ કોમ્પોનેન્ટ ફેક્ટરીના મિકેનિકલ વિભાગમાં ચીફ વર્કસ મેનેજર (સીડબલ્યુએમ) તરીકેનું મહેસૂલ પ્રભારી સીનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (એસએજી)નું પદ રચવાની મંજૂરી આપી છે.
આ પદ પૂર્વીય રેલવેની દાનકુણી ખાતેની ડિઝલ કોમ્પોનેન્ટ ફેક્ટરીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હશે અને તેનાથી ફેક્ટરના કામકાજ યોગ્ય રીતે થાય તેમજ ઉત્પાદનના લક્ષ્યાંકો હાંસલ થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી માળખું વધુ સુદ્રઢ થશે. આને પગલે રેલવેને વર્ષે રૂ. 16,79,400નો ખર્ચ થશે.
પશ્ચાદ્ ભૂમિકાઃ
પૂર્વીય રેલવેની દાનકુણી ખાતેની ડિઝલ લોકોમોટિવ કોમ્પોનેન્ટ ફેક્ટરી વર્ષે 100 હાઈ હોર્સ પાવર ડિઝલ લોકોમોટિવ અંડર ફ્રેમ્સની ઉત્પાદન ક્ષમતા અને લોકો પ્રોડક્શનની જરૂરિયાત અને ડિઝલ લોકોમોટિવ વર્કસ / વારાણસીની પોતાની મેન્યુફેક્ચરીંગ અને મશીનિંગની ક્ષમતા વચ્ચેનો તફાવત પૂરવા વર્ષે 72 જેટલા ક્રેડ કેસના મશિનિંગની ક્ષમતા ધરાવે છે. ફેક્ટરી ડિઝલ લોકોમોટિવ વર્કસ / વારાણસીની ભગિની સંસ્થા તરીકે કામ કરે છે.
TR