Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે હાઈકોર્ટ (નામોના ફેરફાર)ના ખરડા, 2016ને મંજૂરી આપીઃ બોમ્બે અને મદ્રાસ હાઈકોર્ટના નામ બદલવાનો માર્ગ મોકળો થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં ‘હાઈ કોર્ટ (નામોના ફેરફાર) બિલ, 2016’ને રજૂ કરવાની મંજૂરી આપી છે.

હાઈ કોર્ટ (નામોના ફેરફારો) બિલ, 2006 પસાર થયા પછી ‘બોમ્બે હાઈકોર્ટનું નામ બદલીને મુંબઈ હાઈકોર્ટ’ અને ‘મદ્રાસ હાઈકોર્ટનું નામ બદલીને ચેન્નાઈ હાઈકોર્ટ’ કરવાની સુવિધા પ્રદાન કરશે.

પૃષ્ઠભૂમિ:

બોમ્બે અને મદ્રાસ હાઈકોર્ટના નામ આ બંને મહાનગરોના નામ પરથી રાખવામાં આવ્યા હતા. હવે આ મહાનગરોના નામ બદલાઈ ગયા છે એટલે આ બંને રાજ્યોની હાઈકોર્ટના નામો બદલવાની માગણી થઈ રહી છે. અત્યારે કોઈ કેન્દ્રીય કાયદો નથી, જે અંતર્ગત આ બંને હાઈકોર્ટના નામો બદલી શકાય. આ ખરડો કાયદો બનશે પછી આ જરૂરિયાત પૂર્ણ થશે.

આ ખરડો બોમ્બે ખાતે ન્યાયતંત્રની હાઈકોર્ટનું નામ મુંબઈ ખાતેની હાઈકોર્ટ અને મદ્રાસ ખાતે ન્યાયતંત્રની હાઈકોર્ટને ચેન્નાઈ ખાતે ન્યાયતંત્રની હાઈકોર્ટ તરીકે બદલવાનો માર્ગ મોકળો કરશે.

આ બંને મહાનગરોના નામ બદલાયા હોવાથી તેમની હાઈ કોર્ટના નામ બદલવા પણ ઉચિત અને તાર્કિક છે. તે રાજ્ય સરકાર અને જનતાની ઇચ્છા પરિપૂર્ણ કરશે.

TR