વિશ્વ બેંકના અધ્યક્ષ ડૉ. જિમ યોંગ કિમે આજે (30-6-2016)ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત માટે ખાસ કરીને પ્રાથમિકતાવાળા ક્ષેત્રો, સ્માર્ટ સીટી, ગંગા સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વચ્છ ભારત અને સૌને માટે વીજળી જેવા ક્ષેત્રોમાં વિશ્વ બેંકના નિરંતર સમર્થન પર પ્રસન્નતા વ્યક્ત કરી. ડૉ. કિમે કહ્યું કે તેઓ એ કાર્યક્રમોના મહત્વાકાંક્ષી લક્ષ્યોની પ્રાપ્તિની દિશામાં થયેલી પ્રગતિથી પ્રભાવિત છે.
પ્રધાનમંત્રીએ જળવાયુ પરિવર્તન પર ભારત જેવા દેશોની પર્યાપ્ત માત્રામાં નાણાકીય સહાયતાના મહત્વ પર ભાર આપ્યો, કે જે સ્વેચ્છાથી પર્યાવરણની દ્રષ્ટિથી અનુકૂળ માર્ગ પર ચાલી રહ્યા છીએ. ડૉ. કિમે પ્રધાનમંત્રીને આશ્વાસન આપ્યું કે વિશ્વ બેંક આ એજન્ડા માટે સક્રિય અને પૂર્ણ સમર્થન આપશે.
ડૉ. કિમે વ્યાપારમાંની રાહતોમાં સુધાર, ખાસ કરીને લોજિસ્ટિક ક્ષેત્રમાં ભારતની ઝડપી પ્રગતિને બિરદાવી હતી.
પ્રધાનમંત્રી અને કિમે સહયોગ માટે વિસ્તૃત અને સંભવિત પ્રયાસો પર ચર્ચા કરી.
AP/J.Khunt/GP
Met @WorldBank President @JimYongKim & discussed ways to deepen India’s engagement with the World Bank. https://t.co/5yfW1e8BZK
— Narendra Modi (@narendramodi) June 30, 2016