પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં કેન્દ્રિય મંત્રીમંડળે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-સંઘ લોક સેવા આયોગ) અને ભૂટાનની રૉયલ સિવિલ સર્વિસ કમિશન (આરસીએસસી) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને લીલી ઝંડી આપી દીધી છે.
આ એમઓયુ આરસીએસસી અને યુપીએસસી વચ્ચેના હાલના સંબંધને મજબૂત કરશે. તે ભરતીના ક્ષેત્રમાં બંને પક્ષોના અનુભવ અને કુશળતાનું આદાન પ્રદાન કરશે.
ભારત અને ભૂટાન એમ બંને દેશોના પબ્લિક સર્વિસ કમિશન વચ્ચેના સંસ્થાકીય જોડાણને વિકસાવવા યુપીએસસી અને આરસીએસસી, ભૂટાન વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. બંને સંસ્થાઓ સામાન્ય વિચારોનું આદાનપ્રદાન કરશે.
સહકારના ક્ષેત્રોમાં નીચેની બાબતો સામેલ છેઃ
અ) ભરતી અને પસંદગી, સંસાધનરૂપ વ્યક્તિઓનું આદાનપ્રદાન તથા સંલગ્નતા અને તાલીમ કાર્યક્રમો મારફતે બંને પક્ષોના અધિકારીઓ અને કર્મચારીઓની વ્યાવસાયિક કુશળતાઓ વિકસાવવા જેવી સિવિલ સર્વિસ સાથે સંબંધિત બાબતોમાં અનુભવ અને કુશળતા વહેંચવી.
બ) પરીક્ષાની પ્રક્રિયાઓ, કમ્પ્યુટર આધારિત ભરતીની પરીક્ષાઓ અને કસોટીઓ, કેસની ત્વરિત ચકાસણી અને ઝડપી નિકાલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં અનુભવની વહેંચણી, લાયકાત આધારિત કર્મચારી વ્યવસ્થા વગેરેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી)ના ઉપયોગ પર કુશળતાની વહેંચણી.
ક) અધિકૃત સત્તાઓ હેઠળ વિવિધ પદો માટે ભરતીમાં જુદી જુદી સરકારી સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓની ચકાસણી પર અપનાવવામાં આવેલી રીતો પર અનુભવોની વહેંચણી.
ડ) રેકોર્ડ, સંગ્રહ અને ઐતિહાસિક દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન.
પૃષ્ઠભૂમિ:
અગાઉ યુપીએસસીએ કેનેડા અને ભૂટાનના પબ્લિક સર્વિસ કમિશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
J.Khunt/T