Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે આઈઆઈટી રૂડકી દ્વારા આયોજીત પ્રથમ જય કૃષ્ણ મેમોરિયલ વ્યાખ્યાનમાં સંબોધન કર્યું


પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ શ્રી પી.કે. મિશ્રાએ આઈઆઈટી રૂડકી દ્વારા આયોજીત પ્રથમ જય કૃષ્ણ સ્મારક વ્યાખ્યાનમાં સંબોધન કર્યું હતું. આ વ્યાખ્યાન ભારતમાં કોવિડ-19 અને આપત્તિ જોખમ પ્રબંધનના ભવિષ્ય પર કેન્દ્રિત હતું.

આ કાર્યક્રમને સંબોધતા મુખ્ય સચિવે જણાવ્યું હતું કે આપત્તિ જોખમ પ્રબંધનના અવકાશમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે તેનો અવકાશ વિસ્તર્યો છે અને તેમાં ઘણા બધા વિષયો ભળી ગયા છે અને હવે તે ફક્ત એક સંકુચિત વિશિષ્ટ ક્ષેત્ર તરીકે જોવામાં આવતું નથી.

શ્રી મિશ્રાએ રોગચાળામાં ઉભી થયેલી પરિસ્થિતિઓને નિવારવા માટે ભવિષ્યમાં કેવા પગલાં લેવા જોઈએ તેના પર પણ ભાર મૂક્યો. તેમણે એમ પણ કહ્યું કે કોવિડ-19 રોગચાળાએ બધાને એક પાઠ શીખવ્યો છે જેના દ્વારા દેશ આગળના સારા ભવિષ્યની યોજના કરી શકે છે.

 

SD/GP/BT