પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ મંત્રી મંડળની બેઠકે નાણાકીય વર્ષ 2023-24 સુધી પાંચ વર્ષના સમયગાળા માટે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં 520 કરોડ રૂપિયાની કિંમતના એક વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં આ લંબાવવામાં આવેલ સમયગાળા દરમિયાન ફાળવણીને ગરીબી દર સાથે જોડ્યા વિના માંગ સંચાલિત આધાર પર દિન દયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય – એનઆરએલએમ)ના નાણાકીય ભંડોળની પણ ખાતરી કરી છે.
તેના વડે આ કેન્દ્ર શાસિત પ્રદેશોની જરૂરિયાતોના આધાર પર આ મિશન અંતર્ગત પૂરતા પ્રમાણમાં નાણાકીય ભંડોળની ખાતરી કરશે અને તે એક નિશ્ચિત સમય મર્યાદામાં રહીને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં તમામ કેન્દ્ર દ્વારા ભંડોળ પ્રાપ્ત લાભાર્થી કેન્દ્રી યોજનાઓને સાર્વત્રિક બનાવવાના ભારત સરકારના ઉદ્દેશ્યને અનુકૂળ પણ છે.
તે ગ્રામીણ પરિવારોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે અને મહિલાઓના સશક્તિકરણ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં બદલાયેલ પરિસ્થિતિઓ માટે આ મિશનની ક્ષમતા તરફ સંકેત કરનાર મૂલ્યાંકનોના પરિણામો પર આધારિત છે.
દિન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન (ડીએવાય – એનઆરએલએમ) એ કેન્દ્ર દ્વારા અનુદાનિત કાર્યક્રમ છે કે જેનો હેતુ સંપૂર્ણ દેશમાં ગરીબ ગ્રામીણ પરિવારો માટે જુદા જુદા રોજગારને પ્રોત્સાહન આપવાના માધ્યમથી ગ્રામીણ ગરીબી નાબૂદ કરવાનો છે. ગ્રામીણ ગરીબી દૂર કરવા માટે જૂન 2011માં શરૂ કરવામાં આવેલ ડીએવાય – એનઆરએલએમ એ ગરીબી નાબૂદી કાર્યક્રમોમાં એક મહત્વનો વળાંક દર્શાવે છે. ડીએવાય – એનઆરએલએમ એ તમામ ગરીબ પરિવારો, અંદાજિત લગભગ 10 કરોડ પરિવારો સુધી પહોંચવા અને સાર્વત્રિક સામાજિક જાગૃતિના માધ્યમથી તેમની રોજગારી ઉપર અસર કરવાની સાથે સાથે તેમના પોતાના સંસ્થાનો અને બેન્કો માંથી નાણાકીય સંસાધનોની પહોંચના માધ્યમથી પ્રત્યેક ગ્રામીણ ગરીબ પરિવારમાંથી એક મહિલા સભ્યને સ્વ સહાયતા જૂથ (SHGs)માં જોડવી, તેમની તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ તેમની લઘુ આજીવિકા યોજનાઓમાં સહાયતા પ્રદાન કરવા માંગે છે.
આ મિશનમાં સ્વ સહાયતાના ભાવ અંતર્ગત સમુદાય વ્યવસાયિકોના માધ્યમથી સમુદાય સંસ્થાનોની સાથે કાર્ય કરવાનો પણ સમાવેશ થાય છે. તે ડીએવાય – એનઆરએલએમનો વિશેષ પ્રસ્તાવ છે અને આ રીતે તે અગાઉના ગરીબી નિવારણ કાર્યક્રમો કરતાં જુદો તરી આવે છે. આ કાર્યક્રમની બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે તેને રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, અને બ્લોક સ્તર પર સમર્પિત અમલીકરણ સહાયતા એકમોની સાથે એક વિશેષ ઉદ્દેશ્ય વાહન (સ્વાયત્ત રાજ્ય સમિતિઓ) દ્વારા એક મિશન મોડમાં લાગુ કરવામાં આવશે. જેથી કરીને પ્રત્યેક ગ્રામીણ ગરીબ પરિવારને સતત અને લાંબા સમય સુધી સહાયતા પૂરી પાડવા માટે વ્યાવસાયિક માનવ સંસાધનોનો ઉપયોગ કરી શકાય.
પાર્શ્વભૂમિકા:
ડીએવાય – એનઆરએલએમને ભૂતપૂર્વ રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય રોજગાર મિશન (જેકેએસઆરએલએમ) દ્વારા ‘ઉમ્મીદ’ કાર્યક્રમ તરીકે લાગુ કરવામાં આવી હતી. ડીએવાય – એનઆરએલએમ અંતર્ગત વર્તમાન ભંડોળ ફાળવણી પ્રક્રિયા રાજ્યોમાં પારસ્પરિક ગરીબી ફાળવણી પર આધારિત છે. ડીએવાય – એનઆરએલએમ અંતર્ગત જમ્મુ કાશ્મીરનો ભાગ કુલ વાર્ષિક ફાળવણીના 1 ટકા કરતાં પણ ઓછો હતો. આ મિશન અંતર્ગત જમ્મુ અને કાશ્મીર માટે પૂરતા પ્રમાણમાં નાણાકીય ભંડોળની ખાતરી કરવા માટે અને રાજ્યમાં ગ્રામીણ છેવાડાની વસ્તીને પૂરતા પ્રમાણમાં આવરી લઈ શકાય તેની ખાતરી કરવા માટે ભારત સરકારે નાણાકીય વર્ષ 2013-14 થી નાણાકીય વર્ષ 2017-18 સુધીના પાંચ વર્ષના નિશ્ચિત સમયગાળાની અંદર રાજ્યના તમામ ગ્રામીણ વંચિત પરિવારો (ગ્રામીણ પરિવારોની કુલ સંખ્યાના અંદાજિત બે તૃતીયાંશ ભાગ)ને આવરી લેવા માટે જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે ડીએવાય – એનઆરએલએમ અંતર્ગત એક વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી હતી. મંત્રી મંડળે ગરીબી દર સાથે જોડ્યા વિના વિશેષ પેકેજના અમલીકરણ માટે જરૂરિયાત પર આધારિત ડીએવાય – એનઆરએલએમ અંતર્ગત રાજ્યને નાણાકીય ભંડોળની ફાળવણીને પણ મંજૂરી આપી દીધી છે. ખરેખર તો પાંચ વર્ષના સમયગાળા માટે આ પ્રસ્તાવ માટે નાણાકીય ખર્ચ 755.32 કરોડ રૂપિયાનો (કેન્દ્રનો હિસ્સો 679.78 કરોડ રૂપિયા) મંજૂર કરવામાં આવેલ હતો.
અનેક કારણો અને રાજ્યમાં અશાંત પરિસ્થિતિના કારણે વિશેષ પેકેજ મે 2013માં મંજૂર કરવામાં આવ્યું હતું જેને પછીથી એક વર્ષ સુધી વધારીને વર્ષ 2018-19 સુધી લંબાવવામાં આવ્યું હતું પરંતુ તેને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાયું નહોતું. જમ્મુ અને કાશ્મીરમાં આ કાર્યક્રમની સિદ્ધિઓનું એક વિસ્તૃત ત્રીજા પક્ષનું મૂલ્યાંકન તેમજ આ વિશેષ પેકેજને આગળ જતાં અમલીકૃત કરવા માટે રાજ્ય મિશનની તૈયારીની સમીક્ષા ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થાન (IRMA), આણંદ, ગુજરાત દ્વારા વર્ષ 2019 માં આયોજિત કરવામાં આવી હતી. આ મૂલ્યાંકનમાં ભૂતપૂર્વ રાજ્યમાં ડીએવાય – એનઆરએલએમના અમલીકરણના અનેક સારા પરિણામો સામે આવ્યા છે. તેમાં આવકના સ્તરોમાં વધારો, સંપત્તિ આધારમાં સુધારો, મહિલાઓ માટે નવી અનેક પ્રકારની રોજગારીની તકોનું નિર્માણ, વધુ માત્રામાં બચત, ઉત્પાદક હેતુઓ માટે વધુ ઊંચું રોકાણ, ધિરાણનો ઉત્પાદક ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેનો સમુદાય સ્તરના મુદ્દાઓને ઉકેલવા માટે હકારાત્મક પ્રભાવ પડ્યો છે, લાભાર્થી પસંદગીમાં પારદર્શકતા વધી છે અને પારસ્પરિક સહાયતામાં સામાજિક સુસંવાદીતતામાં પણ વધારો જોવા મળ્યો છે. સ્વ-સહાયતા જૂથના સભ્યોના અને પદ અધિકારીઓના રૂપમાં સમુદાય સંસાધન વ્યક્તિઓની એક મોટી કેડર અને સામાજિક મૂડીનું પણ નિર્માણ થયું છે.
SD/GP/BT
Today’s Cabinet decision will further 'Ease of Living' for the people of Jammu and Kashmir as well as Ladakh. https://t.co/QoMGNnm7WF
— Narendra Modi (@narendramodi) October 14, 2020