Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદને કારણે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સ્થિતિ અંગે તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે ચંદ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારે વરસાદને કારણે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર ગરુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન ગરુ સાથે અનુક્રમે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાય અને મદદની ખાતરી આપી છે. મારી સંવેદના ભારે વરસાદના કારણે પ્રભાવિત લોકો સાથે છે.”

 

SD/GP/BT