Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્ટાર્ટ અપને ધન સમર્થન આપવા માટે ફંડના એકમની સ્થાપના


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેન્ક (સીડબી)માં સ્ટાર્ટ અપ માટે ફંડના એકમ (એફએફએસ)ની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. આ એકમ ભારતીય પ્રતિભૂતિ તથા વિનિયમ બોર્ડ (સેબી) સાથે પંજીકૃત વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઇએફ)માં યોગદાન કરશે. એઆઇએફ સ્ટાર્ટ અપને ફંડનું સમર્થન આપશે. આ જાન્યુઆરી 2016 સરકાર દ્વારા લાવવામાં આવેલા સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્ય યોજનાને અનુરૂપ છે.

14મા અને 15માં નાણાકિય આયોગના કાળમાં દસ હજાર કરોડ રૂપિયાનું એફએફએસ કોર્પસ બનાવવામાં આવશે. આ યોજનાની પ્રગતિ અને ફંડની ઉપલબ્ધતાની શરત સાથે થશે. એફએફએસ કોર્પસમાં 2015 – 16માં 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને એફએફએસ કોર્પસ માટે 2016 – 17માં 600 કરોડ રૂપિયાની ફાળવણી છે. આશા છે કે આ ફંડથી 18 લાખ લોકોને રોજગાર મળશે.

ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ દ્વારા કુલ બજેટ સમર્થનથી અનુદાન સહાયતાની જોગવાઇ કરવામાં આવશે. ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્ય યોજનાને અનુરૂપ કાર્યની સમીક્ષા કરશે.

એફએફએસ ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગના સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્ય યોજનાથી બન્યું છે. એફએફએસના દૈનિક કાર્ય સંચાલન માટે સિડબીની વિશેષજ્ઞતાનો ઉપયોગ કરવામાં આવશે. કાર્ય પ્રદર્શનની દેખરેખ અને સમીક્ષાને સ્ટાર્ટ અપ કાર્ય યોજના લાગૂ કર્યા બાદ જોડવામાં આવશે જેથી સમય – મર્યાદામાં અને ઉપલબ્ધિઓ અનુસાર યોજના લાગૂ થઇ શકે. 10 હજાર રૂપિયાનું કોર્પસ 60 હજાર કરોડ રૂપિયાના ઇક્વિટી ભેગા કરવાનું કેન્દ્ર બિન્દુ થશે. તેનાથી સ્ટાર્ટ અપ ઉદ્યમો માટે સ્થાયી ધન સ્ત્રોત મળશે અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન કરવામાં મદદ મળશે.

સંદર્ભ

મોટા સ્તર પર રોજગાર સર્જન માટે સ્ટાર્ટ અપના માધ્યમથી નવાચાર પ્રેરિત ઉદ્યમ અને કારોબારમાં ઝડપ લાવવી મહત્વપૂર્ણ છે. ઉદ્યમ પૂંજી વિશે એક વિશેષજ્ઞની સમિતિએ જણાવ્યું છે કે ભારતમાં આગામી દસ વર્ષોમાં ઉચ્ચ સ્તરીય 2500 કારોબાર સ્થાપિત કરવાની ક્ષમતા છે અને આ ઉદ્યમની સફળતા માટે 10 હજાર સ્ટાર્ટ અપ ફેલાવવાની જરૂરિયાત પડશે.

સ્ટાર્ટ અપની સામે અનેક પડકારો રહેલા છે. તેમાં સ્થાનિક જોખમ પૂંજીની સિમિત ઉપલબ્ધતા, પારંપરિક બેન્ક નાણાની અડચણો, સૂચના એકત્રીકરણની અસમર્થતા અને શાખ એજન્સીઓના સમર્થનનો અભાવ છે. મોટી સંખ્યામાં સફળ સ્ટાર્ટ અપને વિદેશી ઉદ્યમ પૂંજી એકમે નાણા આપ્યા છે અને ઘણા સ્ટાર્ટ અપ એવા નાણાના પોષણ માટે દેશમાંથી બહાર સ્થાપિત કરવાના પ્રયત્નમાં છે.

ફંડ ઓફ ફન્ડ્સને ચલાવવા માટે એક સમર્પિત ફંડ બનાવવાથી આ સમસ્યાઓનું સમાધાન નીકળશે અને નવા સ્ટાર્ટ અપને સહાયતા મળશે જેથી તે પૂર્ણ કારોબારવાળા ઉદ્યમ બની શકે. એના માટે સ્થાપના સ્તર, પ્રારંભિક સ્તર અને વિકાસ સ્તર પર સમર્થન જરૂરી છે. વ્યક્તિગત એકમમાં સરકારી યોગદાનથી રોકાણકારને વ્યક્તિગત પૂંજીમાં ભાગીદારી માટે પ્રોત્સાહન મળશે અને તેનાથી વ્યાપક સંસાધનો ભેગા કરવામાં મદદ મળશે.

AP/J.Khunt