Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન


મહામહિમ, જનરલ એસેમ્બલીના અધ્યક્ષ શ્રી વોલ્કન બોઝકીર, મહાનુભાવો, બહેનો અને ભાઈઓ, નમસ્તે!

પંચોતેર વર્ષ પહેલાં, યુદ્ધની ભયાનકતાઓમાંથી એક નવી આશા ઉભી થઈ. માનવ ઇતિહાસમાં પહેલીવાર, આખા વિશ્વ માટે એક સંસ્થા બનાવવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સ્થાપક હસ્તાક્ષરકર્તાના રૂપમાં ભારત તે ઉમદા દ્રષ્ટિનો એક ભાગ હતો. તે ભારતનું પોતાનું ‘વસુધૈવ કુટુંબકમ્’ નું દર્શન પ્રતિબિંબિત કરે છે – જે બધા સર્જનને કુટુંબ તરીકે જુએ છે.

આપણું વિશ્વ આજે સંયુક્ત રાષ્ટ્રને કારણે ઉત્તમ સ્થળ છે. અમે તે બધાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે સંયુક્ત રાષ્ટ્રધ્વજ હેઠળ શાંતિ અને વિકાસના પ્રયોજનને વિકસિત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનમાં પણ સામેલ છેજેમાં ભારતનું અગ્રણી યોગદાન રહ્યું છે.

ઘણું બધું મેળવ્યું છે પણ મૂળ મિશન અધૂરું રહ્યું છે અને આજે આપણે જ્યારે આ દૂરગામી ઘોષણા સ્વીકારીએ છીએ ત્યારે હજી પણ કાર્યો કરવાની જરૂર છે: સંઘર્ષ અટકાવવા, વિકાસ સુનિશ્ચિત કરવા, આબોહવા પરિવર્તનને વાચા આપવા, અસમાનતા ઘટાડવામાં અને ડિજિટલ તકનીકોનો લાભ લેવા. આ ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્રમાં જ સુધારાની આવશ્યકતાને પણ સ્વીકારવામાં આવી છે.

આપણે આજના પડકારો સામે જુની શૈલીઓથી લડી શકતા નથી. વ્યાપક સુધારાના અભાવના કારણે સંયુક્ત રાષ્ટ્રને આત્મવિશ્વાસના સંકટનો સામનો કરવો પડે છે. આજના પારસ્પરિક રીતે જોડાયેલા વિશ્વ માટે આપણે એક સુધારેલ બહુપક્ષીયતાની જરૂર છે: જે આજની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે; બધા હિતધારકોને અવાજ આપે છે; સમકાલીન પડકારોને વાચા આપે છે અને માનવ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અંતમાં ભારત આ માટે અન્ય તમામ રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.

આભાર.

નમસ્તે!

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો: PM India    PM India     PM India