Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને ભૂતાનના રાજા વચ્ચે ટેલિફોનિક સંવાદ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામ્ગ્યેલ વાંગચુક સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.

મહામહિમ રાજાએ પ્રધાનમંત્રીના 70મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને ​​ભૂતાનના મહામહિમ રાજા, ​​ભૂતાનના પૂર્વ રાજા, અને ​​ભૂતાનના રાજવી પરિવારના બધા સભ્યોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.

નેતાઓએ વિશ્વાસ અને સ્નેહના અનોખા સંબંધો વિશે વાત કરી જે ભારત અને ભૂતાનને પાડોશી અને મિત્રો તરીકે જોડે છે. પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજાઓએ આ વિશેષ મૈત્રીને પોષવામાં જે માર્ગદર્શક ભૂમિકા ભજવી છે તે અંગે આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ ભૂતાનમાં કોવિડ-19 રોગચાળાના અસરકારક સંચાલન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, અને ભૂતાનને આ સંદર્ભમાં તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે ભારતની તત્પરતા અંગે ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ પરસ્પર અનુકૂળ તારીખે ભારતમાં મહામહિમ રાજા અને તેમના પરિવારને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

 

SD/GP/BT