Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત દ્વારા જાફનામાં નવનિર્મિત દુરઈઅપ્પા સ્ટેડિયમ શ્રીલંકાની પ્રજાને સમર્પિત કરાશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરીસેના કાલે સવારે જાફનામાં નવનિર્મિત દુરઈઅપ્પા સ્ટેડિયમને સંયુક્ત રીતે શ્રીલંકાની પ્રજાને સમર્પિત કરશે. રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરીસેના જાફના સ્થિત સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થશે.

દુરઈઅપ્પા સ્ટેડિયમને ભારત સરકાર દ્વારા 7 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે નવનિર્મિત કરવામાં આવેલ છે. દુરઈઅપ્પા સ્ટેડિયમનું નામ જાફનાના પૂર્વ મેયર સ્વર્ગીય આલ્ફ્રેડ થમ્બીરાજા દુરઈઅપ્પાના નામ પર તેમના સન્માનમાં રાખવામાં આવ્યું છે.

આ નવનિર્મિત સ્ટેડિયમમાં 1850 લોકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમ રમતગમત અને મનોરંજન સાથે જોડાયેલ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માળખું પુરૂ પડાશે અને તેની સાથે જ આ શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના યુવાઓના સર્વાંગી વિકાસમાં પણ સહાયતા પ્રદાન કરશે. આ સ્ટેડિયમનો ઉપયોગ વર્ષ 1997 થી જ થતો ન હતો.
પ્રધાનમંત્રી શ્રી મોદી અને રાષ્ટ્રપતિ શ્રી સિરીસેના આ નવનિર્મિત સ્ટેડિયમમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમના સાક્ષી બનશે, જે યોગના બીજા આંતરરાષ્ટ્રીય દિવસ પર થનાર વિશેષ ઉત્સવ છે. આ યોગમાં 8,000 થી પણ વધુ લોકોના ભાગ લેવાની અપેક્ષા છે.

AP/J.khunt/GP