પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે (1) કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાના બિન શૈક્ષણિક અને સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સેવાનિવૃત્તિની ઉંમર 62 વર્ષથી 65 વર્ષ અને (2) કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા (સીએચએસ)ના ઉપ કેડરના જનરલ ચિકિત્સા અધિકારીઓ (જીડીએમઓ) ના ડોક્ટરોની સેવાનિવૃત્તિ ઉંમરને પણ વધારીને 65 વર્ષ કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.
લક્ષ્ય સમૂહ બિન શૈક્ષણિક, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સીએચએસના જીડીએમઓના અધિકારી હશે. આ નિર્ણયથી રોગીઓની વધુ સારી સારસંભાળ કરવા, મેડિકલ કોલેજોમાં ઉચિત શૈક્ષણિક ગતિવિધિઓની સાથે – સાથે સ્વાસ્થ્યની સારસંભાળ રાખતી સેવાઓની આપૂર્તિ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોના પ્રભાવી અમલમાં પણ મદદ મળશે.
આ નિર્ણયથી કોઇ નાણાકિય બોજ પણ પડશે નહીં કારણ કે દર્દીઓની સારસંભાળની નિરંતરતા સુનિશ્ચિત કરવા માટે ખાલી પડેલા પદોને જલદીથી ભરવા પડશે.
પૃષ્ઠભૂમિ :
• કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાના તમામ ચાર ઉપ કેડરોના સંબંધમાં સેવાનિવૃત્તિની ઉંમર 2006 પૂર્વે 60 વર્ષ હતી.
• જીડીએમઓ ઉપ કૈડરને છોડીને ત્રણ વિશેષજ્ઞ ઉપકેડરો (શિક્ષણ, બિન શૈક્ષણિક અને જન સ્વાસ્થ્ય) ની સેવાનિવૃત્તિની ઉંમર કેબિનેટની 02.11.2016ના રોજ આયોજિત બેઠકમાં આપવામાં આવેલી મંજૂરીથી 60 વર્ષથી વધીને 62 વર્ષ કરવામાં આવી હતી.
• શિક્ષણ વિશેષજ્ઞોની મોટી ઉણપને ધ્યાનમાં રાખતા શિક્ષણ ઉપ-કેડરની સેવાનિવૃત્તિની ઉંમરને કેબિનેટની 05.06.2008 ના રોજ આયોજિત બેઠકમાં આપવામાં આવેલી મંજૂરીને 62 વર્ષથી લઇને 65 વર્ષ કરવામાં આવી હતી. આ મંજૂરી ફક્ત શિક્ષણ ગતિવિધિઓમાં જોડાયેલા શિક્ષણ વિશેષજ્ઞો સુધી જ સિમિત હતી. વહીવટી પદો પર સ્થાયી અધિકારીઓ પર આ લાગૂ નહોતી.
AP/J.Khunt/GP