Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘એમ્ફાન’ સામે તૈયારીની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ખાડીમાં ઊભા થયેલા ચક્રવાત ‘એમ્ફાન’નો સામનો કરવા માટે વહીવટીતંત્રે લીધેલા પગલાની આજે સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ ઊભી થયેલી સ્થિતિ અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ (એનડીઆરએફ) દ્વારા રજૂ કરવામાં આવેલી સ્થળાંતરણ માટે તૈયાર કરેલી યોજનાની સમીક્ષા કરી હતી. આ યોજના માટે રજૂ થયેલા પ્રેઝન્ટેશન દરમિયાન એનડીઆરએફના ડીજીએ જાણકારી આપી હતી કે, જ્યારે એનડીઆરએફની 25 ટીમો તૈનાત કરી છે, ત્યારે એનડીઆરએફની અન્ય 24 ટીમો દેશના વિવિધ વિસ્તારોમાં તૈયાર પણ રાખવામાં આવી છે.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, પ્રધાનમંત્રીના મુખ્ય સલાહકાર શ્રી પી કે સિંહા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા તેમજ ભારત સરકારનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

GP/DS