પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વાશેરમૈનપેટથી વિમ્કોનગર સુધી ચેન્નાઇ મેટ્રો રેલ ચરણ – 1 પરિયોજનાના વિસ્તારના પ્રસ્તાવને પૂર્વવ્યાપી સ્વીકૃતિ આપી દીધી છે. તેમાં 3770 કરોડ રૂપિયાના કુલ ખર્ચ પર 9.051 કિલોમીટરની લંબાઇ સામેલ છે.
આ પરિયોજનાને ભારત સરકારની વર્તમાન એસપીવી તથા તમિલનાડુ સરકાર અર્થાત ચેન્નાઇ મેટ્રો રેલ લિમિટેડ પ્રત્યેકની 50 : 50 ની ઇક્વિટી દ્વારા ક્રિયાન્વિત કરવામાં આવશે.
આ વિસ્તારથી મુખ્ય રીતે સઘન વસ્તીમાં રહેનારા ઔદ્યોગિક શ્રમિકોના કાર્ય માટે શહેરની મધ્ય વેપાર કરવા જવા હેતુ ઉન્નત સુવિધાના રૂપમાં સાર્વજનિક પરિવહન મળશે.
કુલ પરિયોજના ખર્ચમાં, ભારત સરકારની ભાગીદારી 713 કરોડ રૂપિયા તથા તમિલનાડુ સરકારની ભાગીદારી 916 કરોડ રૂપિયા થશે. તમિલનાડુ સરકારની ભાગીદારીમાં 203 કરોડ રૂપિયાની ભૂમિનો ખર્ચ તથા આર એન્ડ આર સામેલ છે. બાકીની રકમ 2141 કરોડ રૂપિયાને બહુપક્ષિય / દ્વીપક્ષીય / સ્થાનિક નિધી એજન્સીઓની લોનથી પૂરી કરવામાં આવશે.
એક અનુમાનના અનુસાર સંચાલનના પ્રથમ વર્ષમાં પ્રતિદિન 1.6 લાખ યાત્રી મુસાફરી કરશે.
AP/J.Khunt/GP