પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિકસતી સ્થિતિની અને કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવા આગળની યોજના પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીશ્રી ની મુખ્યમંત્રીઓ સાથે આ પ્રકારની ચોથી બેઠક હતી. અગાઉ 20 માર્ચ, 2 એપ્રિલ અને 11 એપ્રિલ, 2020ના રોજ આવી બેઠકો યોજાઈ હતી.
પ્રધાનમંત્રીશ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉનથી સકારાત્મક પરિણામો મળ્યાં છે, કારણ કે દેશ છેલ્લાં દોઢ મહિનામાં હજારો લોકોના જીવને બચાવી શક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની વસ્તી કેટલાંક દેશોની કુલ વસ્તીને સમકક્ષ છે. ભારત સહિત ઘણા દેશોમાં માર્ચની શરૂઆતમાં આ સ્થિતિ લગભગ સમાન હતી. જોકે સમયસર પગલાં સાથે ભારતે ઘણા લોકોનું જીવન બચાવ્યું છે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે, વાયરસનું જોખમ હજુ દૂર થયું નથી અને સતત સતર્કતા રાખવા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે.
પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું હતું કે, અત્યાર સુધી દેશ બે લોકડાઉનમાંથી પસાર થયો છે, બંનેમાં ચોક્કસ પાસાં અલગ-અલગ છે અને હવે આપણે આગળનો માર્ગ વિચારવનો છે. તેમણે જણાવ્યું હતું કે, નિષ્ણાતોનાં જણાવ્યાં મુજબ, કોરોનાવાયરસની અસર આગામી મહિનાઓમાં જોવા મળશે. ‘દો ગઝ દૂર’નાં મંત્ર પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે, માસ્ક અને ચહેરો ઢાંકવો હવે આગામી દિવસોમાં આપણા જીવનમાં સામેલ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં દરેક વ્યક્તિનો ઉદ્દેશ ઝડપથી પ્રતિસાદ આપવાનો હોવો જોઈએ. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ઘણા લોકો પોતે જ પોતાના ચિહ્નો જાહેર કરે છે, પછી તેમને કફ હોય અને શરદી હોય અથવા એના ચિહ્નો હોય. આ આવકારજનક સંકેત છે.
પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું હતું કે, આપણે અર્થતંત્ર અને કોવિડ-19 સામેની લડાઈને ચાલુ રાખવાની બાબતોને એકસરખું મહત્ત્વપૂર્ણ આપવું પડશે. તેમણે શક્ય એટલો ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને સુધારા સંબંધિત પગલાં અપનાવવા સમયનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કોવિડ-19 સામે લડાઈમાં દેશના પ્રયાસોને વેગ આપવા આરોગ્યસેતુ એપ વધુ લોકો ડાઉનલોડ કર એ સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આપણે સામાન્ય નાગરિકોના જીવનને સ્પર્શે એવા સુધારા કરવા સાહસિક બનવું પડશે.” તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા લોકો રોગચાળા સામે લડવાની રીતોને સંકલિત કરી શકશે અને સંશોધન તથા ઇનોવેશનને મજબૂત કરી શકશે.
તેમણે રાજ્યો માટે હોટસ્પોટ એટલે કે રેડ ઝોન એરિયાઓમાં માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોના પ્રયાસો રેડ ઝોનને ઓરેન્જમાં અને પછી ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરવાની દિશામાં હોવા જોઈએ.
વિદેશમાં ભારતીયોને પરત લાવવાના મુદ્દા પર તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી એ હકીકતને ધ્યાનમાં રાખીને કરવી પડશે કે તેમને અસુવિધા ન પડે અને તેમના પરિવારોને કોઈ જોખમ ઊભું ન થાય. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને વ્યૂહરચના બનાવતા ઉનાળા અનો ચોમાસામાં હવામાનમાં ફેરફારોનું પરિબળ તથા આ સિઝનમાં બિમારીઓના જોખમનાં પરિબળને ધ્યાનમાં લેવા અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ મહત્તમ લોકોના જીવન બચી જાય એ રીતે લોકડાઉને લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીઓએ કટોકટીના આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રીની લીડરશિપની પ્રશંસા કરી હતી તથા વાયરસને નિયંત્રણમાં લેવા તેમણે હાથ ધરેલા પ્રયાસો જણાવ્યાં હતાં. તેમણે આંતરરાષ્ટ્રીય સરહદો પર સતર્કતા જાળવવાની અને આર્થિક પડકારો ઝીલવાની તથા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની રીતોની જરૂરિયાત પર વાત કરી હતી. નેતાઓએ પોલીસ કર્મચારીઓ અને તબીબી સ્ટાફનો કોવિડ-19 સામે લડવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
GP/DS
Today was the 4th interaction with CMs. We continued discussions on COVID-19 containing strategy as well as aspects relating to increased usage of technology, reforms and more. https://t.co/xB7pnjmh2P
— Narendra Modi (@narendramodi) April 27, 2020