Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને પ્રજાસત્તાક યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાત થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક યુગાન્ડાનાં મહામહિમ રાષ્ટ્રપતિ યોવેરી કાગુટા મુસેવેની સાથે ટેલીફોન પર વાત કરી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 મહામારીને લીધે ઊભા થયેલા આરોગ્યલક્ષી અને આર્થિક પડકારો પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મુસેવેનીને ખાતરી આપી હતી કે, ભારત વર્તમાન આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન આફ્રિકામાં એના મિત્ર દેશો સાથે ઊભું છે અને યુગાન્ડામાં વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવાના સરકારનાં પ્રયાસોને શક્ય તમામ પ્રકારનો સાથસહકાર આપશે.

પ્રધાનમંત્રીએ વર્તમાન સ્થિતિ દરમિયાન યુગાન્ડાની સરકાર અને સમાજ દ્વારા યુગાન્ડમાં વસતા ભારતીય સમુદાય પ્રત્યે સદભાવ રાખવા અને કાળજી રાખવા બદલ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જુલાઈ, 2018માં યુગાન્ડાની મુલાકાતને યાદ કરી હતી અને ભારત-યુગાન્ડાનાં વિશેષ સંબંધો પર વાત કરી હતી.

બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, કોવિડ-19ના પડકારમાંથી દુનિયા ટૂંક સમયમાં બહાર આવશે.

GP/RP