Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાત થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે ટેલીફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ગયા વર્ષે પ્રજાસત્તાક કોરિયાના પોતાના પ્રવાસને યાદ કર્યો હતો અને બંને દેશો વચ્ચે સતત ગાઢ બની રહેલી સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ કોવિડ-19 આંતરરાષ્ટ્રીય મહામારી અને એના પરિણામે વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા અને આર્થિક સ્થિતિ સામે ઊભા થયેલા પડકારો વિશે ચર્ચા કરી હતી. તેમણે મહામારીનો સામનો કરવા પોતપોતાના દેશોમાં લેવામાં આવેલા પગલાં વિશે મહત્ત્વપૂર્ણ જાણકારીઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ કટોકટીમાંથી ઉગરવા માટે પ્રજાસત્તાક કોરિયાએ ઉપયોગ કરેલા ટેકનોલોજી-આધારિત ઉપાયોની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ મૂન જે-ઇને જણાવ્યું હતું કે, ભારતીય નેતૃત્વએ જે રીતે ભારતની વિશાળ વસ્તીને એકતાનો પરિચય કરાવી આ રોગચાળા સામે લડવા આપેલી પ્રેરણા પ્રશંસનીય છે.

કોરિયાના રાષ્ટ્રપતિએ ભારતમાં કોરિયાના નાગરિકોને ભારતીય સત્તામંડળોએ આપેલા સાથસહકાર બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતીય કંપનીઓએ મંગાવેલા તબીબી ઉપકરણના પુરવઠા અને પરિવહનને સુવિધાજનક બનાવવા માટે પ્રજાસત્તાક કોરિયાની સરકારની પ્રશંસા કરી હતી.

બંને નેતાઓ સંમત થયા હતા કે, તેમની નિષ્ણાતો એકબીજાના સંપર્કમાં રહેશે અને અનુભવોનું આદાન-પ્રદાન કરશે, કારણ કે બંને દેશોનાં નિષ્ણાતો કોવિડ-19નો ઉપાય શોધવા માટે સંશોધન કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક કોરિયામાં નેશનલ એસેમ્બલીની આગામી ચૂંટણી માટે રાષ્ટ્રપતિ મૂનને શુભેચ્છા પાઠવી હતી.

GP/RP