Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સતીશ ગુજરાલના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતીશ ગુજરાલના નિધન પાર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સતીશ ગુજરાલજી બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. એમણે પોતાની રચનાત્મકતા અને સંકલ્પશક્તિના સહારે વિપત્તિઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એ કારણે એમનું સન્માન કરવામાં આવતું હતું. એમની બૌદ્ધિક લાલસા તેમને દૂરના ક્ષેત્રો સુધી દોરી ગઈ પરંતુ તેઓ હંમેશા પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા. તેમના નિધનથી દુઃખી છું. ઓમ શાંતિ”

****

RP