Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન તથા સંયુક્ત આરબ અમીરાત અંતરિક્ષ એજન્સીની વચ્ચે સમજુતી કરાર


કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે બહારના અંતરિક્ષના સંશોધન તથા ઉપયોગમાં સહયોગ માટે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) તથા સંયુક્ત આરબ અમીરાત અંતરીક્ષ એજન્સી (યુએઇએસએ)ની વચ્ચે હસ્તાંક્ષરીત કરાર વિશે જાણકારી આપી હતી.

આ કરાર મેમો અંર્તગત ઇસરો તથા યુએઇએસએના સભ્યોનો એક કાર્ય – સમૂહ બનાવવામાં આવશે, જે સમયબદ્ધ રીતે આ કરાર મેમોને લાગૂ કરવા માટે પરિયોજનાઓ પર કામ કરશે.

પૃષ્ઠભૂમિ :

ભારત તથા સંયુક્ત આરબ અમીરાત વચ્ચે અંતરિક્ષના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ઓગસ્ટ 2015માં સંયુક્ત આરબ અમીરાતમાં ભારતના પ્રધાનમંત્રીની યાત્રા દરમિયાન પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા સપ્ટેમ્બર 2015માં નવી દિલ્હીમાં આર્થિક તથા ટેકનિકલ સહયોગ માટે ભારત – સંયુક્ત આરબ અમીરાતના સંયુક્ત આયોગની 11મી બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. બાદમાં, યુએઇએસએથી એક પ્રતિનિધિમંડળે 16 સપ્ટેમ્બર 2015ના રોજ ઇસરોના ટેકનિકલ પરિસરની મુલાકાત લીધી હતી અને એક કરાર પર હસ્તાંક્ષર સહિત અંતરિક્ષના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવાની દિશા પર ચર્ચા કરી હતી. તે અનુસાર, ઇસરો અને યુએઇએસએ શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે અંતરિક્ષ ટેક્નોલોજીના અનુપ્રયોગોના વિસ્તારમાં પરસ્પરના હિતો પર 11 ફેબ્રુઆરી 2016ના રોજ નવી દિલ્હીમાં એક કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.

J.Khunt