Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારતીય ટપાલ સેવા (આઇપીઓ)ની કેડર સમીક્ષાને પૂર્વ વ્યાપી મંજૂરી આપી


કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અક્ષ્યક્ષતામાં ભારતીય ટપાલ સેવા (આઇપીઓ)ની કેડર સમીક્ષાને પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.

કેડર સમીક્ષા કાર્યકારી જરૂરિયાતોના આધાર પર મુખ્યાલય તથા ફિલ્ડ બંને જગ્યાઓ પર કાર્યકારી જરૂરિયાતોને પૂરી કરવા તથા કેડર માળખાને મજબૂત કરવામાં ટપાલ વિભાગને સક્ષમ બનાવશે, જેનાથી સમીક્ષા કરવા તથા ગ્રાહકોની જરૂરિયાતોને પ્રભાવશાળી રીતે પૂરી કરવા, વર્તમાન ઠરાવને દૂર કરવા તથા ભારતીય ટપાલ સેવાના અધિકારીઓની કારકિર્દીની સંભાવનાઓમાં સુધારો કરવા માટે વધારે તકો મળશે.

આ પ્રસ્તાવ અંતર્ગત ઘણા મહત્વના નિર્ણય લેવાશે, જેમાં એપેક્સ સ્કેલમાં મહાનિદેશક (ડાક સંચાલન)ના પદ, એચએજી + સ્કેલમાં અપર મહાનિદેશક (સમન્વય)નું પદ, એચએજી સ્તર પર એક પદ, એસએજી સ્તર પર 5 પદ અને જીએજી સ્તર પર 4 પદોનું સૃજન કરવામાં આવશે. અને તે ઉપરાંત એસટીએસથી પદાન્વિત કરીને જેટીએસ સ્તર પર 84 પદોને વધારવામાં આવશે તથા કુલ નવા પદોના પ્રસ્તાવોના સમાયોજન માટે એસટીએસના 96 પદોનું કામ કરવામાં આવશે અને આ અંતર્ગત કેડરમાં પદોની કુલ સંખ્યામાં કોઇ પરિવર્તન નહીં આવે.

આ તમામ કાર્યવાહી શરૂ કરવા માટે, નાણા મંત્રાલય તથા કાર્મિક, લોક ફરિયાદ તથા પેન્શન મંત્રાલયની સાથે સીઆરસી ભલામણો પર જરૂરી વિચાર વિમર્શ વિધિવત પૂરું થઇ ચૂક્યું છે. ખર્ચ વિભાગે પ્રસ્તાવને ‘અનાપત્તિ ’ પ્રદાન કરી દીધી છે.

J.Khunt