Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં દુષ્કાળ તેમજ પાણીની તંગીની સ્થિતિની સમીક્ષા કરી

s2016052183668


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કેટલાક ભાગોમાં દુષ્કાળ તેમજ પાણીની તંગીની સ્થિતિ પર એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક હાજર હતા. બેઠકમાં ભારત સરકાર તેમજ ઓડિશા રાજ્યના વરિષ્ઠ અધિકારી પણ હાજર હતા.

રાજ્યની બાકી ફંડના સમાયોજન બાદ રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ (એનડીઆરએફ) અંતર્ગત રાજ્યને 600.52 કરોડ રૂપિયાનું એક ફંડ ફાળવાયું છે. આ રાજ્યને 2015-16 માટે રાજ્ય આપત્તિ રાહત ફંડ (એસડીઆરએફ)ના કેન્દ્રીય ભાગના રૂપમાં ફાળવેલ 560.25 કરોડ રૂપિયાના ઉપરાંતના છે. આ ઉપરાંત 2016-17 માટે એસડીઆરએફનો પહેલા હપ્તાના રૂપમાં 294.375 કરોડ રૂપિયાના એક વધુ ફંડની ફાળવણી કરી દેવાઈ છે.

જળ સંરક્ષણ પ્રયાસોના એક ભાગના રૂપમાં રાજ્ય સરકારે 25000 કૃષિ તળાવો, 7000 ચેક ડેમો, 4000 ડાઈવર્જન પર્વતમાળાઓ, 4000 અંતઃસ્રવણ તળાવો, 400 જળ સંચયન સંરચનાઓ તેમજ 350 સામુદાયિક તળાવોનું નિર્માણ કર્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ઓડિશાના દરેક 30 જિલ્લા માટે જિલ્લા સિંચાઈ યોજનાઓ પૂરી કરી દેવાઈ છે. જે પ્રધાનંમત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસઆઈ) અંતર્ગત આવશ્યક છે. તેમણે તાત્કાલિક ગતિથી યોજનાઓના અમલીકરણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર આપ્યો.

બેઠકમાં અન્ય કૃષિ યોજનાઓ, પાઈપ દ્વારા જળ આપૂર્તિ તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ વિસ્તારોની સુવિધાઓની પ્રગતિ પર પણ ચર્ચા કરવામાં આવી.

બેઠક કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા એક સાથે મળીને કાર્ય કરવાના સંકલ્પ સાથે સમાપ્ત થઈ.

J.Khunt/GP