‘મન કી બાત 2.0’ના 9માં એપિસોડમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારનો એક પ્રેરણાદાયી પ્રસંગ ટાંકતાં જણાવ્યું હતું કે આ પ્રસંગ ઘણા ઘણા બધા ભારતીયો માટે પ્રેરણા સ્રોત બની શકે તેમ છે. તેમણે કહ્યું કે બિહારનો પૂર્ણીયા વિસ્તાર દેશનો લોકોને પ્રેરણા આપે તેવો છે. આ વિસ્તાર દાયકાઓથી પૂરના કારણે પેદા થતા પ્રકોપથી ત્રસ્ત હતો. આવી હાલત વચ્ચે ખેતી કરવાનુ અને આવકના બીજા સાધનો ઉભાં કરવાનુ ખૂબ જ મુશ્કેલ હતું. અગાઉ આ વિસ્તારની મહિલાઓ રેશમના કીડાઓના કોશેટા ઉછેરવાનુ કામ કરતી હતી. વેપારીઓ ખૂબ જ જૂજ કીંમતે તે ખરીદી જતા અને ભારે નફો કરતા હતા. પરંતુ આવા સંજોગોની વચ્ચે પુર્ણીયાની કેટલીક મહિલાઓએ અલગ માર્ગ અપનાવવાનુ પસંદ કર્યુ. તે પછી પુર્ણીયાની મહિલાઓએ સરકારની સહાય વડે એક સહકારી સંસ્થાની સ્થાપના કરી અને તેમણે તેમાંથી સાડીઓનુ ઉત્પાદન કરીને તેને વેચવાની શરૂઆત કરીને મોટો નફો મેળવવા માંડ્યો. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે કામયા કાર્તિકેયનની સિદ્ધિનો પ્રેરણાદાયી કિસ્સો પણ ટાંકયો હતો. જેમણે માત્ર 12 વર્ષની વયે શિખર એકાંકાગુઆ સર કર્યું હતું. આ શિખરને દક્ષિણ અમેરિકાનુ સૌથી મોટુ શિખર ગણવામાં આવે છે. તે આશરે 7,000 મીટર જેટલુ ઉંચુ છે. તેવુ તેમણે જણાવ્યું હતું.
“તે હવે નવા મિશન પર છે. આ મિશનને મિશન સાહસ તરીકે ઓળખવામાં આવે છે. આ મિશન હેઠળ તે તમામ ખંડનો સર્વોચ્ચ સિખરો સર કરવા માગે છે.” તેવુ તેમણે જણાવ્યું છે. તેમણે તેમના દરેકને ફીટ (ચુસ્ત) રહેવાની પ્રેરણા આપવાના પ્રયાસોને બિરદાવતાં સૌને ફીટ રહેવાનો અનુરોધ કર્યો છે. તેમણે મિશન સાહસ માટે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભારતની ભૌગોલિક સ્થિતિ પણ તમામ લોકોને સાહસ માટે પ્રેરણા અને એડવેન્ચર સ્પોર્ટ માટે પ્રેરણા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ લોકોને પોતાને ગમતાં સ્થળોની મુલાકાતે જવાનો અને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે લોકોએ પોતાની જાતને પ્રકૃતિ સાથે સાંકળવી જોઈએ.
આ ઉપરાંત તેમણે 105 વર્ષની વય ધરાવતાં અને કેરાળમાં કોલ્લમ ખાતે રહેતાં ભાગીરથી અમ્માનો કિસ્સો ટાંકતાં જણાવ્યું હુતં કે તેમણે ધોરણ 4ની પરિક્ષા આપી હતી અને પોતાની પરિક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોતાં હતાં. તેમણે તેમની માતા અને પતિને ખૂબ જ નાની વયે ગુમાવ્યાં હતાં. તે પછી તેમણે 105 વર્ષની વયે ફરીથી પોતાની મોટી ઉંમર છતાં શાળાનો અભ્યાસ કરવાનુ શરૂ કર્યું હતુ! તેમણે ધોરણ-4ની પરીક્ષા આપી અને આતુરતાથી પરિણામની રાહ જોવા લાગ્યાં. તેમણે પરિક્ષામાં 75 ટકા માર્ક મેળવ્યા અને પોતાનુ શિક્ષણ ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે ભાગીરથી અમ્મા જેવા લોકો આ દેશની તાકાત છે. અને આપણા બધા માટે પ્રેરણાનો મોટો સ્રોત બની રહ્યા છે.
તેમણે જન્મથી જ દિવ્યાંગ એવા મોરાદાબાદમાં વિસ્તારના હમિરપુર ગામમાં વસતા સલમાનનો દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું કે અનેક પ્રકારની હાડમારી છતાં તેણે આશા છોડી ન હતી અને પોતાનો ખુદનો બિઝનેસ કરવાની શરૂઆત કરી હતી. આ બધી હાડમારી હોવા છતાં પણ તેણે અન્ય દિવ્યાંગ લોકોને મદદ કરવાનો પણ નિર્ણય કર્યો. અને ખૂબ થોડા સમયમાં જ સલમાને પોતાના ગામની અંદર જ સ્લીપરનુ અને ડિટર્જન્ટનુ ઉત્પાદન કરવાનુ શરૂ કરી દીધુ અને ખૂબ થોડા જ ગાળામાં 30 દિવ્યાંગ લોકો તેની સાથે જોડાઈ ગયા.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છ વિસ્તારના એક ગામ અજરકનો કિસ્સો પણ ટાંક્યો હતો. વર્ષ 2001માં વિનાશ વેરનાર ભૂકંપ પછી ગામના મોટા ભાગના લોકો સ્થળાંતર કરી ગયા હતા. પરંતિ ઈસ્માઈલ ખત્રી નામ ધરાવનાર એક વ્યક્તિએ ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો અને પોતાની પરંપરાગત કલા ‘અજરક પ્રિન્ટીંગ’ ને વેગ આપવાનુ નક્કી કર્યું. અને ખૂબ જ થોડા સમયમાં અજરક કલામાં વપરાતા કુદરતી રંગોને કારણે ઘણા લોકો આકર્ષાયા અને પૂરૂ ગામ પરંપરાગત હસ્તકલા કેટેગરીના વ્યવસાયમાં જોડાઈ ગયું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઉજવાયેલી મહા શિવરાત્રીની સૌને શુભોચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભોલે બાબાના આશીર્વાદ તમારી સૌની ઉપર વરસતા રહે. તમારી તમામ આશાઓ પૂરી થાય, તમે ઊર્જાવાન અને તંદુરસ્ત બની રહો અને દેશ માટે તમારી તમામ ફરજો બજાવતા રહો.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ વધુમાં જણાવયું હતું કે, “આગામી દિવસોમાં પણે હોળીનુ પર્વ ઉજવશું અને તે પછી થોડાક દિવસમાં ગુડી પડવો ઉજવવામાં આવશે. નવરાત્રીનો તહેવાર પણ વસંત સાથે જોડેલો છે. રામ નવમીની પણ ઉજવણી કરવામાં આવશે. તહેવારો અને ઉજવણીઓ આપણા દેશના સામાજિક તાણા વાણાનો અવિભાજ્ય હિસ્સો છે. દરેક તહેવાર પાછળ એક છૂપો સંદેશ હોય છે. જે માત્ર સમાજને જ નહીં પણ સમગ્ર દેશને એકતાની ભાવનાથી જોડાયેલા રાખે છે.”
RP
Inspiring anecdote from Bihar that would inspire many Indians... #MannKiBaat pic.twitter.com/j1f0CbNIII
— PMO India (@PMOIndia) February 23, 2020