Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર લોકોને શુભકામનાઓ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર ત્યાંના લોકોને શુભકામનાઓ આપી

પ્રધાનમંત્રીએ મિઝોરમના લોકોને સંદેશો આપતા કહ્યું કે “મિઝોરમના સ્થાપના દિવસ પર રાજયના બહુમૂલ્ય લોકોને અભિનંદન, અમને આ રાજયની સમૃદ્ધ સંસ્કૃતિ પર ગર્વ છે. મિઝોરમના લોકોએ ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. હું આવનાર દિવસોમાં મિઝોરમના વિકાસ માટે કામના કરું છુ.

અરુણાચલ પ્રદેશને પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું “અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને શુભકામના.આ રાજ્ય દેશભક્તિ અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાનો પર્યાય છે. હું અરુણાચલ પ્રદેશની નિરંતર પ્રગતિમાટે કામના કરું છું.”

**********

SD/RP/DS